Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

લોકોએ ખર્ચ ઘટાડી દેતાં જર્મની મંદીમાં સરી પડ્યું

બર્લિન,તા. ૨૭ : ગયા વર્ષે ગેસ અને ફયુઅલની કિંમતોમાં વધારાના કારણે કન્ઝયુમર્સે ખર્ચ ઘટાડી દેતાં જર્મની મંદીમાં સરી પડ્યું છે. આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં યુરોપની સૌથી વિશાળ ઇકોનોમીના જીડીપીમાં ૦.૩ ટકાનો ઘટાડો થયો છે. એની પહેલાં વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકમાં જર્મનીના જીડીપીમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો. જયારે બે ત્રિમાસિક સુધી નેગેટિવ ગ્રોથ રહે તો એને મંદી માનવામાં આવે છે. ફેડરલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે જણાવ્યું હતું કે શ્નઆ વર્ષની શરૃઆતમાં કિંમતોમાં વધારાની જર્મન ઇકોનોમી પર બોજો પડ્યો છે, જે બાબત લોકો દ્વારા કરાતા ખર્ચ પર રિફલેકટ થાય છે. એમાં ૨૦૨૩ના પહેલા કવોર્ટરમાં ૧.૨ ટકાનો ઘટાડો થયો હતો. રશિયાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર યુદ્ઘ શરૃ કર્યું ત્યારથી યુરોપમાં ગેસ અને ફયુઅલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં જર્મન કાર્સની નિકાસમાં પહેલા કવોર્ટરમાં ૨૪ ટકાનો ઘટાડો થયો છે.

(11:36 am IST)