Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

કાલે હાર્દિક સેના અને મહેન્‍દ્ર બાહુબલી વચ્‍ચે મહાસંગ્રામ

ગુજરાત સતત બીજી વખત ટાઇટલ જીતશે કે ચેન્નાઇ બાજી મારશે? શુભમન ગિલ બેંગલોર બાદ મુંબઇનો પણ નડયોઃ ૪૯ દડામાં સદી ફટકારીઃ આઇપીએલમાં ૩ સદી ફટકારી ગુજરાત-ચેન્નઇ શરૂઆથી અંત સુધી ટકરાયાઃ આઇપીએલનો પ્રથમ મેચ જે ટીમ વચ્‍ચે રમાયેલ એ ટીમ જ ફરી ફાઇનલમાં

 

નવી દિલ્‍હીઃ આવતીકાલે ચેન્નાઈ સુપર કિંગ્‍સ અને ગુજરાત ટાઈટન્‍સ વચ્‍ચે થશે ટાઈટલની ટક્કર, રવિવારે અમદાવાદમાં  બે બળુકી ટીમો વચ્‍ચે ટાઈટલ માટેનો જંગ ખેલાશે. ચેન્નાઈ ૧૦મી વાર ફાઈનલમાં ઉતરી રહી છે અને ટૂર્નામેન્‍ટની બીજી સફળ ટીમ છે. જે ચાર વાર ચેમ્‍પિયન રહી ચૂકી છે. વર્તમાન ચેમ્‍પિયન ગુજરાત સળંગ બીજી વાર ફાઈનલમાં પહોંચ્‍યુ છે.

તો ગઇકાલે બીજી ક્‍વોલિફાયર મેચમાં પ્રથમ બેટિંગ કરી ગુજરાત ટાઈટન્‍સે રનો ખડકલો કર્યો હતો. જયા પહોંચતા મુંબઈને મોઢે ફિણ આવી ગયા હતા અને ગુજરાતે જીત પોતાને નામ કરી હતી. ગુજરાતે ૬૨ રન સાથે જબરદસ્‍ત જીત હાંસલ કરી ફાઇનલમાં પોતાની સીટ પાકી કરી લીધી હતી. મુંબઈને ૨૩૪ નો ટાર્ગેટ આપ્‍યો હતો.મુંબઈ માત્ર જેમાં શુભમન ગિલે રીતસરની તોફાની બેટિંગ કરી ૪૯ બોલમાં તોફાની સદી ફટકારી જેટલા રનનો પહાડ સજર્યો હતો. ગિલની આ સદી મુંબઈ ઇન્‍ડિયન્‍સને ભારે પાડી હતી. ૩૧ રન પર ડેવિડે તેનો કેચ છોડ્‍યો હતો. આ જીવનદાન બાદ ગિલ પુરી રીતે ખીલ્‍યો હતો અને શુભમને સુરાતન સાથે ચોગ્‍ગા છગ્‍ગા ફટકારી ૬૦બોલમાં ૧૨૯ રન બનાવ્‍યાં હતા. જેમાં ૧૦ છગ્‍ગા અને ૭ ચોગ્‍ગા સામેલ છે.શુભમન ગિલે તોફાની ઈનિંગ રમીને મુંબઈ ઈન્‍ડીયન્‍સના બોલર્સને બેહાલ કરી મૂક્‍યાં હતા.

તો મુંબઇ ઇન્‍ડિયન્‍સના ઇશાન કિશન અને ગ્રીન ઇન્‍જર્ડ થતા મુંબઇની મુશ્‍કેલી વધી ગઇ હતી. તો તિલક વર્માએ ૧૪ માં ૪૩ રન કરી ઇનિંગ્‍સમા મુંબઈ ઇન્‍ડિયન્‍સના ફેન્‍સની ઉમ્‍મીદ જીવિત કરી હતી. પરંતુ તે રાસીદ ખાનની બોલિંગમાં બોલ્‍ડ થયો હતો. કેમરન ગ્રીન પણ ૨૦ બોલમાં ૩૦ રન બનાવી આઉટ થયો હતો. સૂર્ય કુમાર યાદવ દર વખતની જેમ આ વખતે પણ ફૂલ ફોર્મમાં જોવા મળ્‍યો હતો. તેને ૩૮ બોલમાં ૬૧ રનની તોફાની બેટિંગ કરી હતી. જોકે તેમની આ બેટિંગ વ્‍યર્થ ગઈ હતી. બાદમાં એક પછી એક ધડાધડ વિકેટ પડી હતી.

મુંબઈનો મધવાલ બરાબરનો ધોવાયો હતો. મધવાલે ૩ ઓવરમાં ૪૩ રન આપ્‍યાં હતા. શુભમન ગિલે એક રીતે મધવાલને બરાબરનો ધોઈ નાખ્‍યો હતો. જોકે છેલ્લે મધવાલે જ શુભમનને આઉટ કર્યો હતો. શુભમને ગિલે આ આઈપીએલમાં એક મહારેકોર્ડ કર્યો છે. તેણે ચાર મેચમાં ત્રીજી સદી ફટકારી છે

હવે આવતીકાલે રવિવારે ગુજરાત અને ચેન્નાઇ વચ્‍ચે આઇપીએલનો ફાઇનલ મુકાબલો રમાશે.

 

 

 

(1:30 pm IST)