Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

નવું સંસદ ભવન ભવ્‍ય લાગે છે : કયારેય ન કરતા મોડુ સારૂઃ ઓમર અબદુલ્લા

જમ્‍મુ-કાશ્‍મીરના પૂર્વ મુખ્‍યમંત્રીના ટ્‍વીટથી આવ્‍યો ટ્‍વીસ્‍ટ નરેન્‍દ્રભાઇએ નવી સંસદને વીડીયો શેર કરી લોકોને પોતાના વોઇસ ઓવર સાથે શેર કરવા અપીલ કરીઃ અમુક વિડીયોને રીટ્‍્‌વીટ કરશે વડાપ્રધાન

શ્રીનગર, તા. ર૭ : ભારતના ઈતિહાસમાં ૨૮ મેનો દિવસ ખાસ બનવા જઈ રહ્યો છે. આ દિવસે દેશને નવુ સંસદ ભવન મળવા જઈ રહ્યું છે. જ્‍યાં શાસક પક્ષ તેના વખાણ કરી રહ્યો છે. બીજી તરફ વિપક્ષના નેતા રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી તેનું ઉદ્ધાટન કરાવવા પર અડગ છે. આ દરમિયાન જમ્‍મુ-કાશ્‍મીરના  પૂર્વ મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લાનું એક મોટું નિવેદન સામે આવ્‍યું છે.

નવા સંસદ ભવનનાં વખાણ કરતાં તેમણે કહ્યું કે આ ભવન આવકારદાયક છે. તમને જણાવી દઈએ કે ઓમર અબ્‍દુલ્લાની આ ટિપ્‍પણી એવા સમયે આવી છે જ્‍યારે તેમની પાર્ટી સહિત અનેક વિપક્ષી દળો નવા સંસદ ભવનનાં ઉદ્ધાટન કાર્યક્રમનો બહિષ્‍કાર કરી રહ્યાં છે. પૂર્વ સીએમએ કહ્યું કે જ્‍યારે તેઓ લોકસભાના સભ્‍ય હતા, ત્‍યારે તેઓ વારંવાર પોતાના સાથી સાથે નવી અને સારી સંસદ ભવનની જરૂરિયાત વિશે વાત કરતા હતા.

અબ્‍દુલ્લાએ ટ્‍વીટ કર્યું, કયારેય ને કરતાં મોડું સારું, અને તે (નવું સંસદ ભવન) ભવ્‍ય લાગે છે. બીજી તરફ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તળણમૂલ કોંગ્રેસ, ડાબેરી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત ૧૯ વિપક્ષી પાર્ટીઓએ બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ નવા સંસદ ભવનનાં ઉદ્ધાટન સમારોહનો બહિષ્‍કાર કરશે.તેમની માંગ છે કે રાષ્‍ટ્રપતિ વડાપ્રધાનને બદલે તેનું ઉદ્ધાટન કરે. ખાસ વાત એ છે કે વિરોધ પક્ષોના સંયુક્‍ત પત્ર પર હસ્‍તાક્ષર કરનારાઓમાં નેશનલ કોન્‍ફરન્‍સનો પણ સમાવેશ થાય છે.

પીએમ મોદીએ આજે નવી સંસદને લઈને એક વીડિયો પણ શેર કર્યો છે. તેણે કહ્યું, હું દરેકને વિનંતી કરું છું કે તેઓ આ વીડિયોને તેમના વોઈસ ઓવર સાથે શેર કરે. હું તેમાંથી કેટલાક વીડિયોને રીટ્‍વીટ પણ કરીશ.્ન#My Parliament My Pride નો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

(1:31 pm IST)