Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

યૌન ઉત્‍પીડનના ગંભીર આરોપો બદલ કુસ્‍તી સંઘના પ્રમુખની તાત્‍કાલીક ધરપકડ જરૂરી : બાબા રામદેવ

કુસ્‍તીબાજોના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનના સમર્થનમાં યોગગુરૂ

નવી દિલ્‍હી, તા. ર૭ :  જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને હવે પોતાના જ ઁઘરઁમાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. યોગ ગુરુ બાબા રામદેવે બીજેપી સાંસદ વિરુદ્ધ દિલ્‍હીના જંતર-મંતર પર ચાલી રહેલા કુસ્‍તીબાજોના વિરોધને સમર્થન આપ્‍યું છે.

બાબા રામદેવે કહ્યું કે કુસ્‍તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્‍પીડનના ગંભીર આરોપો છે. તેની તાત્‍કાલિક ધરપકડ થવી જોઈએ. તેમણે કહ્યું કે દેશના કુસ્‍તીબાજોનું માટે જંતર-મંતર પર બેસવું અને રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પર જાતીય સતામણીનો આરોપ લગાવવો ખૂબ જ શરમજનક છે. આવા લોકોની તાત્‍કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ.

બાબા રામદેવે માત્ર બ્રિજભૂષણની ધરપકડની માગણી જ નથી કરી, પરંતુ તેમના નિવેદનો માટે ભાજપના સાંસદ પર પણ નિશાન સાધ્‍યું હતું. તેણે કહ્યું કે તે દરરોજ મોઢુ ખોલે છે અને મા-બહેન-દીકરીઓ માટે વારંવાર ખરાબ શબ્‍દોનો પ્રયોગ છે, આ ખૂબ જ નિંદનીય અને પાપ છે

(3:19 pm IST)