Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

મોદી સરકારની તિજોરી છલોછલ થઈ જશે

જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી સરકારને ૧૩૮૦૦ કરોડ રૂપિયાનું રેકોર્ડ ડિવિડન્‍ડ મળશે

નવી દિલ્‍હીઃ કેન્‍દ્રની મોદી સરકારની તિજોરી છલકાઈ જવાના ઉજળા સંજોગો બન્‍યા છે અને એવા અહેવાલો બહાર આવ્‍યા છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩ માં જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી રેકોર્ડ ઈકિવટી ડિવિડન્‍ડ મેળવવાની છે અને તેનો આંકડો રૂા.૧૩,૮૦૦ કરોડ જેટલો રહેશે.

નાણાકીય વર્ષ ૨૦૨૨ માં રૂપિયા ૯,૨૧૦ કરોડ નું ડિવિડન્‍ડ સરકારને મળ્‍યું હતું અને તેના કરતા આ વખતે ૫૦્રુ વધુ  તેને મળવાનું છે અને અત્‍યાર સુધીમાં જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી સરકારને મળેલ ડિવિડન્‍ડ કરતા સૌથી વધુ રહેવાનું છે.

સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા ની હાલત સૌથી વધુ સારી રહી છે અને નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે તેણે ૧૦,૦૮૫ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને સિંગલ બેંક તરીકે સૌથી મોટું ડિવિડન્‍ડ તેના દ્વારા સરકારને આપવામાં આવશે.

આ ઉપરાંત બેન્‍ક ઓફ બરોડા દ્વારા પણ મોટી અને પ્રભાવી ડિવિડન્‍ડ તરીકેની રકમની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાનમાં બે દિવસ પહેલા જ રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા ના ગવર્નર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જાહેર ક્ષેત્રની બેંકો ની હાલત સારી છે અને બેન્‍કિંગ સિસ્‍ટમમાં અત્‍યારે કોઈ અવરોધ કે ચિંતાનું કારણ નથી અને એનપીએ નું લેવલ પણ સંતોષકારક રહ્યું છે.

(3:26 pm IST)