Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

કોંગ્રેસ હાઇકમાન્‍ડની ચાર રાજયો માટેની બેઠક ફરી મુલત્‍વીઃ ગેહલોત-પાયલોટની લડાઇ નડી ?

આવનાર વિધાનસભાની ચૂંટણીઓને લઇને : પાર્ટી અધ્‍યક્ષ ખડગે ગેહલોતને બદલવા માંગતા નથી અને પાયલોટ પક્ષ છોડેતેમ પણ ઇચ્‍છતા નથીઃ સમાધાનની ફોર્મ્‍યુલા આગળ વધારવા પ્રયાસ ચાલુ

જયપુર તા. ર૭: આ વર્ષના અંતમાં રાજસ્‍થાન સહિત ચાર રાજયોમાં વિધાનસભાની ચુંટણી છે. ચાર રાજયોમાં યોજાનારી વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસે અત્‍યારથી જ  તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીઓની તૈયારીઓની આડમાં, કોંગ્રેસ રાજસ્‍થાનમાં ગેહલોત અને પાયલોટની લડાઇને ઉકેલવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ બેક ચેનલની વાતીચત સમયસર અસરકારક સાબિત થઇ ન હતી. રાજસ્‍થાનની વાત કરીએ તો ચાર રાજયોની બેઠકો આગામી તારીખ સુધી સ્‍થગિત કરી દેવામાં આવી છે.

એવું ટાંકવામાં આવ્‍યું હતું કે કર્ણાટકની કેબિનેટને પહેલા અંતિમ સ્‍વરૂપ આપવામાં આવી રહ્યું છે. વાસ્‍તવમાં, અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્‍ચેની લડાઇ પાર્ટીને નારાજ કરી રહી છે. આવી સ્‍થિતિમાં કર્ણાટક ચૂંટણી બાદ પાર્ટી અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેને રોકવા માંગે છે. તેનો પહેલો પ્રયાસ ગેહલોત અને સચિન વચ્‍ચે સમાધાનનો રસ્‍તો શોધવાનો છે.સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પહેલું એ છે કે પાર્ટી અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે સીએમ ગેહલોતને બદલવા માંગતા નથી. બીજું ખડગે એ પણ નથી ઇચ્‍છતા કે સચિન પાર્ટી છોડે. આ પછી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને પ્રભારી સુખજિંદર રંધાવાને સૂચના આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર આ ક્રમમાં કમલનાથ અને એક બિનરાજકીય વ્‍યકિતને મામલો ઉકેલવાની જવાબદારી મળી છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, રણનીતિકારોને આ ક્રમમાં તેમની પ્રથમ સફળતા મળી જયારે સચિન ચૂંટણી પહેલા ગેહલોતને સીએમ તરીકે ચાલુ રાખવા માટે સંમત થયા. આ સંદર્ભમાં અગાઉ ર૪-રપ મે ના રોજ ચાર રાજયો માટે ચાર બેઠકો નકકી કરવામાં આવી હતી. પરંતુ ત્‍યાં સુધી ફોર્મ્‍યુલા પર અંતિમ સમજૂતી થઇ ન હતી, ત્‍યારબાદ બેઠકો ર૬-ર૭ મે માટે મુલતવી રાખવામાં આવી હતી અંતે મામલો ફરી ન બનતાં સભાઓ આગામી તારીખ પર મુલત્‍વી રાખવામાં આવી હતી. પરંતુ કોઇ મુશ્‍કેલી ન પડે તે માટે કર્ણાટક કેબિનેટની રચનાના નામે ચાર રાજયોની બેઠકો આગળ ધપાવવામાં આવી હતી.

(4:01 pm IST)