Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

દિલ્‍હીમાં વરસાદ-આંધીઃ અનેક વિસ્‍તારોમાં લાઇટોગુલ : ટ્રેનો મોડી

નવી દિલ્‍હી,તા. ૨૭ : રાજધાની દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારોમાં આજે સવારે જોરદાર આંધી અને ભારે વરસાદથી લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. એનસીઆરમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. જેમ-જેમ તોફાને જોર પકડયું તેમ-તેમ અનેક વિસ્‍તારોમાં વિજળી ગુલ થઇ હતી.

ખરાબ હવામાનને કારણે દિલ્‍હી આવતી ૬ ફલાઇટોને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. દરમિયાન દિલ્‍હી આવતી ટ્રેનો મોડી ચાલી રહી છે. પુર્વા એક્‍સપ્રેસ ૩ કલાકથી વધુ મોડી દોડી રહી છે.

(4:01 pm IST)