Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ '31મીથી ભારતની મુલાકાતે :પ્રતિનિધિમંડળ પણ આવશે.

સત્તા સંભાળ્યા બાદ નેપાળના વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા હશે

નવી દિલ્હી : નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના આમંત્રણ પર 31 મે 2023થી 03 જૂન 2023 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. ડિસેમ્બર 2022માં સત્તા સંભાળ્યા બાદ નેપાળના વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા હશે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે.

(6:33 pm IST)