Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

દિલ્હી - NCR ના હવામાનમાં પલટો :દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગાઝિયાબાદ અને નોઈડામાં વરસાદ: એકાએક અંધારપટના કારણે વાહનચાલકો માર્ગો પર લાઇટો સળગાવીને વાહન ચલાવ્યા

નવી દિલ્હી : દિલ્હી: દિલ્હી-NCRમાં હવામાને ફરી એકવાર પલટો લીધો છે. આજે એટલે કે શનિવારે સવારે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સવારે 6:30 વાગ્યે આકાશમાં કાળા વાદળો છવાયા હતા.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

   હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 મે સુધી ક્યારેક ગરમ તો ક્યારેક વરસાદી વાતાવરણ રહેશે. જો કે વરસાદના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. ગાઝિયાબાદ અને નોઈડામાં પણ વરસાદ પડી રહ્યો છે. એકાએક અંધારપટના કારણે વાહનચાલકો માર્ગો પર લાઇટો સળગાવીને વાહન ચલાવતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ગુરુગ્રામમાં પણ જોરદાર તોફાન ચાલી રહ્યું છે.

 

(6:59 pm IST)