Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

કાલે સંસદની બહાર કુસ્તીબાજોના સમર્થનમાં મહાપંચાયત યોજાશે :રાકેશ ટિકૈતનું એલાન

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે આવતીકાલે નવી સંસદનું ઉદ્ઘાટન છે. અમે ત્યાં મોટી સંખ્યામાં ભેગા થઈશું.

નવી દિલ્હી :આવતીકાલે નવી સંસદ ભવનના ઉદ્ધઘાટનમાં રાજકીય પક્ષો એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે આ દરમિયાન એક મોટા સમાચાર મળી રહ્યા છે, હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે આવતીકાલે નવી સંસદનું ઉદ્ઘાટન છે. અમે ત્યાં મોટી સંખ્યામાં ભેગા થઈશું. કુસ્તીબાજોના સમર્થનમાં મહાપંચાયત થશે. અમે કુસ્તીબાજોની હડતાલના સમર્થનમાં છીએ. પહેલા અમે ગાઝીપુર પહોંચીશું અને ત્યાં અમારી યોજના બનાવીશું.

   
(7:58 pm IST)