Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

વડાપ્રધાન મોદીને સોંપવામાં આવ્યું સેંગોલ તમિલનાડુના મહંતોએ કર્યો મંત્રોચ્ચાર

તમિલનાડુના અધીનમના મંત્રોચ્ચાર વચ્ચે સત્તાના હસ્તાક્ષણના પ્રતીક સેંગોલને સોંપ્યું : નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર

નવી દિલ્હી : આવતી કાલે 28 મેના રોજ ભારતના નવા સંસદ ભવનના ઉદ્દઘાટન પહેલા આજે વડાપ્રધાન મોદીના આવાસ પર તમિલનાડુના અધીનમ (મહંત) પહોંચ્યા હતા. તેમણે સાથે મળીને વડાપ્રધાન મોદીને સેેંગોલ સોંપ્યું હતું. આ ઘટનાના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

  તમિલનાડુના અધીનમના મંત્રોચ્ચાર વચ્ચે સત્તાના હસ્તાક્ષણના પ્રતીક સેંગોલને વડાપ્રધાન મોદીને સોંપવામાં આવ્યું હતું. નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પહેલા મહંતે સેંગોલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સોંપ્યું હતું. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે આવતી કાલે 28 મેના રોજ જૂના સંસદ ભવનની બાજુમાં અંદાજિત 991 કરોડમાં બનેલા નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ સેંગોલ સ્પીકરની બાજુમાં મુકવામાં આવશે.

(11:51 pm IST)