Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

ઈમરાનને મોટો ફટકો :પાકિસ્તાની સરકારે PTI ના 9 નેતાઓના ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરી નાખ્યા

શાહ મહેમૂદ કુરેશી, અસદ ઉમર આઝમ સ્વાતિ સહિત અનેક નેતાઓના રાજદ્વારી પાસપોર્ટ રદ

પાકિસ્તાનની શેહબાઝ સરકારે 9 મેના રોજ દેશમાં થયેલા હિંસક વિરોધને લઈને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના પીટીઆઈ નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સરકારે પીટીઆઈના 9 નેતાઓના રાજદ્વારી પાસપોર્ટ રદ કર્યા છે. જે નેતાઓના પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યા છે તેમાં પીટીઆઈના નેતાઓ ઝરતાજ ગુલ, પરવેઝ ખટ્ટક, શાહ મહમૂદ કુરેશી, અસદ ઉમર, આઝમ સ્વાતિ, અલી અમીન ગાંડાપુર, ફારૂક હબીબ, અન અબ્બાસ અને અલી મુહમ્મદ ખાનના નામ સામેલ છે

  પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શેખ રાશિદ અહેમદનો રાજદ્વારી પાસપોર્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોપ છે કે 9 મેના રોજ પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ દરમિયાન આ લોકોએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું. જેણે હિંસક વળાંક લીધો હતો.

(10:36 pm IST)