Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

આજે 'વર્લ્ડ ટૂરિઝમ ડે'

કોરોના છતાં ૧.૯૪ કરોડ પ્રવાસી ગુજરાત આવ્યા

અગાઉ કરતાં ઘરઆંગણાના પ્રવાસીઓમાં ૭૦%નો ઘટાડો

નવી દિલ્હી, તા.૨૭: વર્ષ ૨૦૨૦માં કોરોના વાયરસે કેર વર્તાવતાં મોટાભાગના તમામ ક્ષેત્રોને ફટકો પડયો હતો અને તેમાં પ્રવાસન્નો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે દ્યરઆંગણાના ૧.૯૪ કરોડ પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા. આમ, અગાઉના વર્ષોની સરખામણીએ ગુજરાતમાં આવતા ઘરઆંગણના પ્રવાસીઓમાં ૭૦% સુધીનો ઘટાડો નોંધાયો છે.

દર વર્ષે ૨૭ સપ્ટેમ્બરની ઉજવણી 'વર્લ્ડ ટૂરિઝમ ડે' તરીકે કરવામાં આવે છે. કોરોનાએ પગપેસારો કર્યો નહોતો તે અગાઉ પણ ઉત્તર પ્રદેશ-મહારાષ્ટ્ર-કેરળ-કર્ણાટક-મધ્ય પ્રદેશ-તામિલનાડુ-પશ્ચિમ બંગાળ જેવા રાજયોની સરખામણીએ ગુજરાત આવતા ડોમેસ્ટિક પ્રવાસીઓનું પ્રમાણ સાધારણ રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં ઉત્તર પ્રદેશ આવેલા પ્રવાસીઓ ૫૩.૫૮ કરોડ, તામિલનાડુ આવેલા પ્રવાસીઓ ૪૯.૪૮ લાખ, મહારાષ્ટ્ર આવેલા પ્રવાસીઓ ૧૪.૯૨ કરોડ, મધ્ય પ્રદેશ આવેલા પ્રવાસીઓ ૮.૮૭ કરોડ હતા જયારે ગુજરાતમાં ૫.૮૮ કરોડ પ્રવાસીઓ આવ્યા હતા.

આ અંગે પ્રવાસન્ સાથે સંકળાયેલા જાણકારોએ જણાવ્યું કે, 'કોઇ પણ રાજય પ્રવાસનમાં હબ બને તેના માટે દરિયા કિનારો, હિલ સ્ટેશન, એડવેન્ચર સ્પોટ, ઐતિહાસિક સ્થળ, ધાર્મિક સ્થાનો જેવી બાબતો જોઇએ. ગુજરાત પાસે આ બધું જ છે તેમ છતાં ફરવા માટે આવતા પ્રવાસીઓનું પ્રમાણ અન્ય કેટલાક રાજયોની સરખામણીએ સાધારણ છે. શિવરાજપુર, કચ્છના સફેદ રણ, સાપુતારા, ધાર્મિક સ્થળો, ગીર, દરિયા કિનારે એડવેન્ચર સ્પોર્ટ્સને સારી રીતે પ્રમોટ કરવામાં આવે તો સૌથી વધુ ડોમેસ્ટિક પ્રવાસીઓ મામલે ગુજરાત પણ ટોચના પાંચ રાજયોમાં સ્થાન મેળવી શકે છે.'(૨૩.૨)

કયારે કેટલા પ્રવાસીઓએ ગુજરાતનો પ્રવાસ કર્યો?

વષ

 ડોમેસ્ટિક

ઇન્ટરનેશનલ

૨૦૧૮

૫.૪૩ કરોડ

૫.૧૩ લાખ

૨૦૧૯

૫.૮૮ કરોડ

૫.૯૫ લાખ

૨૦૨૦

૧.૯૪ કરોડ

૨.૧૦ લાખ

(9:53 am IST)