Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ખેડૂતોના ભારત બંધને રાહુલગાંધી અહિંસક સત્યાગ્રહ ગણાવ્યો

ખેડૂતોના ભારત બંધની પંજાબ-હરિયાણામાં અસર : ખેડૂતોના અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે પરંતુ શોષણકાર સરકારને આ પસંદ નથી : રાહુલગાંધીની ટ્વીટ

નવી દિલ્હી, તા.૨૭ : ખેડૂત સંગઠનોએ આજે કૃષિ કાનૂન વિરૂદ્ધ ભારત બંધનુ એલાન કર્યુ છે. પંજાબ સહિત હરિયાણામાં આની અસર જોવા પણ મળી રહી છે. એવામાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોને પોતાનુ સમર્થન આપ્યુ છે.

કોંગ્રેસ સતત ખેડૂતોના કૃષિ કાનૂન વિરૂદ્ધ સમર્થન કરતા જોવા મળી રહી છે. આજે ખેડૂતોના ભારત બંધનુ રાહુલ ગાંધીએ સમર્થન આપ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, ખેડૂતોના અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે પરંતુ શોષણ-કાર સરકારને પસંદ નથી. તેથી આજે ભારત બંધ છે. તેમણે પોતાની વાતનો અંત #istandwithfarmers હેશટેગનો ઉપયોગ કરી દીધો.

સિવાય કોંગ્રેસે પોતાના તમામ કાર્યકર્તાઓ, રાજ્ય એકમ પ્રમુખ સહિત સંગઠનોના પ્રમુખો સાથે ખેડૂતોનુ સમર્થન સહિત ભારત બંધમાં ભાગ લેવાનુ કહ્યુ છે. ત્રણ કૃષિ કાનૂન વિરૂદ્ધ સંયુક્ત ખેડૂત મોર્ચાએ આજે ભારત બંધ કર્યુ છે. બંધને દેશની કેટલીટ રાજકીય પાર્ટીઓનુ પણ સમર્થન મળ્યુ છે.

બંધને જોતા દિલ્હીમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે સ્પષ્ટ કહી દીધુ છે કે પ્રદર્શનકારીઓને દિલ્હીમાં ઘૂસવાની અનુમતિ હશે નહીં. એક તરફ ખેડૂત નેતા કહી રહ્યા છે કે સરકાર ત્રણ કૃષિ કાયદા પાછા લઈ લે તો બીજી તરફ સરકાર તરફથી એકવાર ફરી વાતચીતના દરવાજા ખુલ્લા હોવાની વાત કહેવામાં આવી છે.

સ્થિતિ કાબુમાં રહે, માટે દિલ્હી પોલીસ પણ તૈયારીમાં છે. પ્રદર્શનકારીઓને દિલ્હીમાં ઘૂસવાની અનુમતિ નહીં આપવાની વાત દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવી છે.

ભારત બંધને ધ્યાનમાં રાખીને સુરક્ષાનુ પૂરતુ આયોજન કરવામાં આવ્યુ છે. સરહદ વિસ્તારમાં તપાસ ચોકીઓને મજબૂત કરવામાં આવી છે અને ઈન્ડિયા ગેટ અને વિજય ચોક સહિત તમામ મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોમાં પર્યાપ્ત તૈનાતી કરવામાં આવશે.

(7:46 pm IST)