Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જર્મનીની ચુંટણીમાં કાંટાની ટક્કર

એંજેલા મર્કેલનો પક્ષ બહુમતિથી પાછળ

નવી દિલ્હીઃ જર્મનીમાં લગભગ દોઢ દાયકા સુધી અન્સેલર પદ પર રહેલ એંજેલા મર્કલની રાજકીય સફર હવે સમાપ્ત થઇ છે. એંજેલાએ પોતાના રાજકીય સન્યાસની જાહેરાત કરતા જર્મનીમાં ચુંટણી થઇ હતી. ચુંટણીમાં અત્યાર સુધીના પરીણામો દર્શાવે છે કે એન્જેલા મર્કેલનો પક્ષ પાછળ રહી રહ્યો છે, જો કે હજુ અંતિમ પરિણામો આવવાના બાકી છે.

રવિવારે થયેલા મતદાન પછી જે જે  પ્રાથમિક ટ્રેન્ડ દેખાય છે. તેમાં સોશ્યલ ડેમોક્રેટીક પાર્ટીને ૨૬ ટકા મત મળ્યા છે જયારે ક્રિશ્ચીયન ડેમોક્રેટીક યુનિયન (સીડીયુ) લગભગ ૨૪ ટકાએ પહોંચી શકયો છે. સીડીયુ એન્જેલા માર્કેલનું ગઠબંધન છે.

જો કે કોઇ ગ્રુપે પોતાની હાર નથી સ્વીકારી અને આ મુકાબલો અંત સુધી ચાલી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સોશ્યલ ડેમોક્રેટીક પાર્ટી અન્ય કેટલાક નાના પક્ષોની મદદથી બહુમતિનો આંકડો પાર કરી શકે છે અને જર્મનીમાં એક ગઠબંધન સરકાર બની શકે છે.

(3:35 pm IST)