Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રિલાયન્‍સ 17 લાખ કરોડના માર્કેટકેપ સાથે દેશની નંબર 1 કંપની બની

તમામ રેકોર્ડ તોડયા : આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે નેશનલ ગેસ અને ક્રૂડ ઓઈલના વધવાથી રિલાયન્‍સનો નફો વધ્‍યો

મુંબઇઃ આંતરરાષ્ટ્રીય સ્તર પર નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી રિલાયન્સના નફામાં જોરદાર વધારો થયો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં જબરદસ્ત તેજીનો સિલસિલો યથાવત છે. સોમવારે બપોરે 2.23 વાગ્યાની આસપાસ કંપનીના શેર 1.63 ટકા વધીને 2523.20 રૂપિયાને પાર પહોંચી ગયા છે.  આ તેજીના કારણે રિલાયન્સની માર્કેટ કેપ વધીને 17 લાખ કરોડ રૂપિયાને પાર જતી રહી છે.

શેર બજારના જાણકારોનું કહેવું છે કે રિલાયન્સ દેશની પહેલી કંપની બની ગઈ છે. જેનું માર્કેટ કેપ આ લેવલ પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલના ભાવથી રિલાયન્સના નફામાં જોરદાર તેજીની આશા છે.

થોડા દિવસ પહેલા જ 16 લાખ કરોડ થયું

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે થોડા દિવસો પહેલા જ 16 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપના આંકડાને પાર કરી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્ડમાં સોમવારે બપોરે વ્યાપારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર 2523.90 રૂપિયાના લેવલને સ્પર્શ કરી લીધું હતું. સેન્સેક્સ અને નિફ્ટીની તેજીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરનું મોટુ હાથ છે. શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરને બંધ ભાવના હિસાબથી વર્ષ 2021ના પહેલા 9 મહિનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેના શેર રોકાણકારોને 25 ટકાનું રિટર્ન આપી ચુક્યા છે. આ સમયગાળામાં જોકે બેન્ચમાર્ક સુચકાંકને 26 ટકાનું રિટર્ન આપ્યું છે.

RILના શેરમાં તેજીનું કારણ

RIL શેરમાં તેજીનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈના ભાવમાં આવેલી તેજી છે. આશા રાખવામાં આવી રહી છે કે RILના જીઆરએમમાં જોરદાર ગ્રોથ નોંધવામાં આવી શકે છે. તેનો કંપનીના નફા પર સીધી અસર થશે. દુનિયાભરમાં નેચરલ ગેસની કિંમત વધી રહી છે. 1 ઓક્ટોબરે કેન્દ્ર સરકારની કિંમત વધવા પર નિર્ણય લઈ શકે છે. સઉદી અરામને-RIL ડીલ પર પણ ટૂંક સમયમાં મોટી ખબર આવી શકે છે. આ ખબરના કારણે RIL શેરમાં તેજી આવી શકે છે.

ટોપ 10 કંપનીઓના માર્કેટ કેપ

દેશની મુખ્ય 10 મુલ્યવાન ફર્મોને છેલ્લા અઠવાડિયે પોતાના બજાર મુલ્યોમાં કુલ 1,56,317.17 કરોડ રૂપિયા જોડે છે. દેશની સૌથી મોટી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપીટલ 58,671.55 કરોડ રૂપિયા વધીને 15,74,052.03 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. શેરની કિંમતોમાં તેજી બાદ ગુરુવારે RILની એમ-કેપ ઈન્ટ્રા-ડે ટ્રેડમાં 16 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું હતું.

(5:48 pm IST)