Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

હવેથી રાશન કાર્ડ વિના પણ મળશે સબસિડી વાળુ અનાજ

સરકારે બનાવ્યો અનોખો પ્લાન : તેમણે કહ્યું કે મંત્રાલયે NICને એક પોર્ટલ તૈયાર કરવા કહ્યું છે જેના પર આવા લોકોની નોંધણી કરી શકાય

નવી દિલ્હી, તા.૨૬ : હવે ઘર વગરના લોકોને પણ સબસિડીવાળું અનાજ મળશે. સરકાર આ માટે આયોજન કરી રહી છે. ટૂંક સમયમાં એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે જેના પર દ્ગય્ર્ં ઘર વગરના લોકોનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. જે બાદ કેન્દ્ર સરકાર આ નામો અલગ-અલગ રાજ્યોમાં મોકલશે જેથી કરીને આ લોકોને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS)ના લાભાર્થીઓની યાદીમાં સામેલ કરી શકાય. હાલમાં રેશનકાર્ડના અભાવે આવા લોકોને સબસીડીનું અનાજ મળતું નથી.

કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું છે કે, ઘર વગના લોકો માટે રાશન કાર્ડ મેળવવું ખૂબ જ મુશ્કેલ કામ છે, કારણ કે તેમની પાસે કોઈ એડ્રેસ પ્રૂફ નથી. એક ચર્ચામાં ભાગ લેતા, તેમણે કહ્યું કે, મંત્રાલયે દ્ગૈંઝ્રને એક પોર્ટલ તૈયાર કરવા કહ્યું છે જેના પર આવા લોકોની નોંધણી કરી શકાય. તેમણે કહ્યું, 'એનજીઓ આવા લોકોને રજીસ્ટ્રેશન કરાવવામાં મદદ કરશે. આ પછી, રાજ્યોને આ લોકોને ઁડ્ઢજીના લાભાર્થીઓની યાદીમાં સામેલ કરવા માટે કહેવામાં આવશે.

સુધાંશુ પાંડેના જણાવ્યા અનુસાર આના પર કામ શરૂ થઈ ગયું છે. આ પછી, ગરીબમાં ગરીબ લોકો પણ સબસિડીવાળા અનાજનો લાભ લઈ શકશે. તેમણે કહ્યું કે આવા લોકો વન નેશન વન રાશન કાર્ડ હેઠળ આ યોજનાનો લાભ લઈ શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવા લોકોનું વેરિફિકેશન બાયોમેટ્રિક દ્વારા કરવામાં આવશે.

કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકારે રેશનકાર્ડ વગરના લોકોને દર મહિને ૫ કિલો મફત અનાજનું વિતરણ કર્યું હતું. પરંતુ હવે આ યોજના બંધ કરી દેવામાં આવી છે. હાલમાં કેન્દ્ર સરકાર ગરીબોને દર મહિને ૫ કિલો વધારાનું અનાજ આપી રહી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ૮૧ કરોડ લોકો તેનો લાભ લઈ રહ્યા છે. જણાવી દઈએ કે ગરીબોને પહેલાથી જ ૩ રૂપિયા કિલોના ભાવે ચોખા અને ૨ રૂપિયા પ્રતિ કિલો ઘઉં આપવામાં આવી રહ્યા છે.

(9:13 pm IST)