Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

તાલિબાનોનું નવું ફરમાન: અફઘાન મહિલાઓ ૭૨ કિલોમીટરથી વધુ લાંબી મુસાફરી પુરુષ સંબંધીના સાથ વિના નહીં કરી શકે: વાહન માલિકોને તાકીદ, હિજાબ પહેર્યા વિના કોઇપણ મહિલાને તેમના વાહનોમાં બેસવા ન દયે

અફઘાનિસ્તાન: તાલિબાનનું નવું ફરમાન: મહિલાઓ એકલી લાંબી મુસાફરી કરી શકશે નહીં અફઘાનિસ્તાનમાં, તાલિબાને કહ્યું છે કે જે મહિલાઓ મધ્યમ અને લાંબા અંતરની મુસાફરી કરે છે તેમને હવે એકલા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.  હવે ટૂંકા અંતરની મુસાફરી સિવાય મુસાફરી દરમિયાન નજીકના પુરૂષ સંબંધી તેની સાથે હોવું ફરજિયાત રહેશે.

આજે રવિવારે, તાલિબાન અધિકારીઓએ જણાવ્યું હતું કે જે મહિલાઓ તેમની સાથે નજીકના પુરૂષ સંબંધીઓ વિના લાંબી મુસાફરી કરવા માંગે છે તેમને મુસાફરી માટે પરિવહન સુવિધાઓ મળશે નહીં. તાલિબાનના વર્ચ્યુ એન્ડ પ્રિવેન્શન ઓફ એવિલ મંત્રાલયે આ અંગે જરૂરી સૂચનાઓ જારી કરી છે.

મંત્રાલયના પ્રવક્તા સાદિક અકીફ મુહાજિરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે જે મહિલાઓને ૭૨ કિલોમીટરથી વધુ અંતર કાપવું હોય તેમણે  હવે તેમના કોઈ પુરુષ સંબંધી વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય, વાહન માલિકોને કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈપણ મહિલાને હિજાબ પહેર્યા વિના તેમના વાહનોમાં બેસવા ન દે.

(10:11 pm IST)