Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

દેશમાં આગામી 15 દિવસ મહત્વના : કોરોનામાં આવું જ ચાલ્યું તો ત્રીજી લહેર નિશ્ચિતપણે આવશે

ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર ચંદ્રકાંત લહેરિયાની ચેતવણી

નવી દિલ્હી : દિલ્હી સહિત અનેક રાજ્ય સરકારોએ રાત્રિ કર્ફ્યુ જાહેર કર્યો છે. દરમિયાન દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના કેસ ચિંતાજનક હદે વધી રહ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો બે અઠવાડિયા આ રીતે ચાલુ રહેશે તો ત્રીજી લહેર દેશમાં ત્રાટકવાની જ છે. તેથી, દરેકે સાવચેત રહેવાની જરૂર છે. જ્યારે આ વર્ષનો છેલ્લો મહિનો છે, ત્યારે નિષ્ણાતો પણ નવા વર્ષની ઉજવણી અંગે ચિંતિત છે. તેમનું કહેવું છે કે આ સંભાવનાઓ વચ્ચે દેશમાં કોરોના મહામારીનું જોખમ વધુ વધી શકે છે.

બે અઠવાડિયામા કોરોનાના કેસનો વધારો સ્પસ્ટ કરી દેશે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં

ડોક્ટર ચંદ્રકાંત લહેરિયાએ જણાવ્યું કે આગામી એક કે બે અઠવાડિયામા કોરોનાના કેસનો વધારો સ્પસ્ટ કરી દેશે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં. હાલમાં તો મુંબઈ જેવા મહાનગરે કોરોના મહામારી અંગે સચેત રહેવાની જરુર છે.

 

તેમણે કહ્યું કે હાલના સમયે દેશમાં કોરોના મહામારીનો અલગ જ માહોલ છે. દિલ્હી અને મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો થયો છે જો દેશના આંકડાની વાત કરીએ તો આ આંકડો ખતરનાક નહી લાગે. જોકે આ આંકડા ડરામણા છે.

 

રવિવારે હિમાચલ અને મધ્યપ્રદેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. હિમાચલમાં કોરોનાનો એક અને મધ્યપ્રદેશમાં આઠ કેસ તથા ઓડિશામાં ચાર નવા કેસ નોંધાયા છે. ઓડિશામાં વિદેશથી આવેલા ચાર નાગરિકોમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ છે.

  દેશમાં કોવિડ પર બનેલી ડોક્ટરોની કમિટીએ ચેતવણી આપી છે કે ઓમિક્રોનના વધતા સંક્રમણને રોકી નહીં શકાય. નવા વેરિયન્ટના કેસ દર બે દિવસમાં ડબલ થઈ રહ્યાં છે. દેશમાં જાન્યુઆરીમાં ત્રીજી લહેર શરુ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં 10 રાજ્યોમાં કેન્દ્રીય ટીમો તહેનાત કરી દેવાઈ છે.

(11:02 pm IST)