Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ચીનને આપ્યો ભારતે જોરદાર ઝટકો : પાંચ ઉત્પાદનો પર કેન્દ્ર સરકારે લગાવી એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી

સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ઉત્પાદકોને સસ્તી આયાતથી બચાવવા માટે સરકારે મોટું પગલું ભર્યું

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ઉત્પાદકોને સસ્તી આયાતથી બચાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. મોદી સરકારે પાંચ વર્ષ માટે ચીનની પાંચ વસ્તુઓ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સએ આ મામલે અલગ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં એલ્યુમિનિયમના અમુક ફ્લેટ રોલ્ડ ઉત્પાદનો, સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ.. સિલિકોન સીલંટ. હાઇડ્રો ફ્લોરોકાર્બન ઘટકો R-32 અને હાઇડ્રો ફ્લોરોકાર્બન મિશ્રણનો સમાવેશ થાય છે. વાણિજ્ય મંત્રાલયની તપાસ શાખા ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝની ભલામણોને પગલે આ ડ્યૂટી લાદવામાં આવી છે.

DGTR ને અલગ-અલગ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઉત્પાદનો ભારતીય બજારોમાં સામાન્ય મૂલ્યથી ઓછા ભાવે નિકાસ કરવામાં આવ્યા છે, જેના પરિણામે ડમ્પિંગ થયું છે. ડીજીટીઆરએ કહ્યું કે ડમ્પિંગને કારણે સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થયું છે. આવી જ રીતે ઈરાન, ઓમાન, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમીરાતમાંથી કેલ્સાઈન્ડ જીપ્સમ પાવડરની આયાત ઉપર પણ પાંચ વર્ષ માટે ડ્યુટી લાદવામાં આવી છે.

(12:00 am IST)