Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

જમ્મુ અને કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ ભારે હિમવર્ષા

ઉધમપુર.. પૂંછ. ડોડા.. કિશ્તવાડ જિલ્લામાં હિમવર્ષા થઈ : વૃક્ષો પણ બરફથી ઢંકાયા

જમ્મુ અને કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે ઠંડીનો પારો ગગડ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર.. પૂંછ.ડોડા..કિશ્તવાડ જિલ્લામાં હિમવર્ષા થઈ હતી. ઉધમપુરના મોટા ભાગના વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ. ભારે હિમવર્ષાના કારણે વૃક્ષો પણ બરફથી ઢંકાયેલા જોવા મળ્યા.હતા

ડોડા અને કિશ્તવાડમાં હિમવર્ષાના કારણે ઊંચા પહાડો પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી.. કિશ્તવાડ જિલ્લાના વરવાન, ડચ્ચન, મારવાહ, સિંથાન-ટોપ અને ડોડા જિલ્લાના મરમત, દેસા, કૂટી વિસ્તારોમાં હિમવર્ષા થઈ, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો. આ સમય દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે કોકરનાગ અને પહેલગામ સિવાય સમગ્ર ખીણમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.

(12:00 am IST)