Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સુરક્ષા દળો દ્વારા ઓપરેશન

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓને ખતમ કરવામાં આવી રહ્યા છે.  સુરક્ષા દળોએ 24 કલાકમાં 5 આતંકીઓને ઠાર કર્યા હતા. શનિવારે રાત્રે અનંતનાગના શ્રીગુફવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

આ પહેલા શનિવારે સવારે અને સાંજે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. સવારે બે આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે સાંજે બે આતંકવાદીઓ માર્યા ગયા.

(12:00 am IST)