Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

હિમાચલ પ્રદેશમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ : દેશમાં કુલ કેસનો આંકડો 422 પર પહોંચ્યો

કેનેડાથી પરત ફરેલી હિમાચલ પ્રદેશના મંડીમાં રહેતી એક મહિલાને ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગ્યો :મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત અને તેલંગાણામાં સૌથી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી :  મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધીને 108 અને દિલ્હીમાં 79 થઈ ગયા છે. આ સાથે દેશમાં ઓમિક્રોનનો આંકડો 422 પર પહોંચી ગયો છે. હાલમાં કુલ 17 રાજ્યો ઓમિક્રોનની પકડમાં આવી ગયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત અને તેલંગાણામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

તાજેતરમાં કેનેડાથી પરત ફરેલી હિમાચલ પ્રદેશના મંડીમાં રહેતી એક મહિલાને ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્ય સરકારે જિનોમ સિક્વન્સિંગ માટે 10 સેમ્પલ મોકલ્યા હતા, જેમાંથી એક ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મહિલાને આઈસોલેશનમાં રાખવામાં આવી છે.

(12:00 am IST)