Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

છત્તીસગઢમાં ધર્મસંસદઃ ગોડસેના વખાણ, ગાંધીજીને અપશબ્દોઃ ફરીયાદ થઈ

દેશના અલગ અલગ રાજ્યોમાં યોજાઈ રહેલી હિન્દુ ધર્મ સંસદ વિવાદોના વમળમાં: રાયપુરમાં યોજાયેલી ધર્મ સંસદમાં બેફામ નિવેદનો થતા મુખ્યમંત્રી બધેલે કાર્યક્રમ છોડયોઃ ધર્મ સંસદમાં હિન્દુઓને હથીયારો ધારણ કરવા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે તૈયાર રહેવાનો આગ્રહ કરવામાં આવ્યોઃ ધર્મ સંસદના નિવેદનોનો વિવિધ રાજ્ય પક્ષોએ કર્યો વિરોધ

નવી દિલ્હી તા. ૨૭: હરિદ્વારમાં ધર્મ સંસદમાં ધાર્મિક નેતાઓ દ્વારા કથિત નફરતભર્યા પ્રવચનો પરનો વિવાદ વધુ ઘેરો બનતો જાય છે. આ મામલે હવે સુપ્રિમ કોર્ટના ૭૬ વકિલોએ ચીફ જસ્ટીસ એન.વી.રમણાને પત્ર મામલો ધ્યાને લેવા અપીલ કરી છે. તેમણે ધાર્મિક નેતાઓ દ્વારા નરસંહારના આહ્વાનને ગંભીર ખતરો ગણાવ્યો છે. તેઓએ કહ્યું છે કે, પોલીસ કાર્યવાહી નહિ થવાના કારણે હવે ત્વરિત ન્યાયિક હસ્તક્ષેપ જરૂરી બની જાય છે. પત્રમાં કહેવાયું છે ધર્મ સંસદમાં ફકત નફરતભર્યા પ્રવચનો થયા. એટલું જ નહિ એક સમુદાય વિરૂધ્ધ ખુલ્લેઆમ નરસંહારનું એલાન થયું હતું. આવા નિવેદનો દેશની એકતા - અખંડતા માટે ખતરારૂપ છે. સાથે જ એક સમુદાયની જિંદગી ખતરામાં નાખવા સમાન છે.
સુપ્રીમ કોર્ટના ૭૬ વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમણાને એક પત્ર લખીને તેમને વિનંતી કરી છે કે તેઓ દિલ્હી અને હરિદ્વારમાં બે કાર્યક્રમોમાં મુસ્લિમોના નરસંહાર માટે આપવામાં આવેલા દ્વેષપૂર્ણ ભાષણો પર નોંધ લે . પત્રમાં વકીલોએ જણાવ્યું હતું કે ૧૭ અને ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે દિલ્હી (હિંદુ યુવા વાહિની દ્વારા) અને હરિદ્વારમાં આયોજિત બે અલગ-અલગ કાર્યક્રમોમાં નફ્રતના ભાષણોમાં ખુલ્લેઆમ મુસ્લિમોના નરસંહારની હાકલ કરવામાં આવી હતી.
હરિદ્વારમાં ૧૭ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસીય ‘ધર્મ સંસદ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમોને નિશાન બનાવતા દ્વેષપૂર્ણ ભાષણો કરવામાં આવ્યા હતા ,ઉંત્તરાખંડ પોલીસે આ ઘટનાના સંબંધમાં કલમ ૧૫૩ખ્ હેઠળ ત્રણ લોકો વિરૂદ્ધ જ્ત્ય્ નોંધી છે.
શરૂઆતમાં, એફ્આઈઆરમાં માત્ર ભૂતપૂર્વ શિયા વકફ્ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીનું નામ હતું, જેમણે તાજેતરમાં હિન્દુ ધર્મ અપનાવ્યો હતો અને પોતાનું નામ બદલીને જીતેન્દ્ર નારાયણ ત્યાગી રાખ્યું હતું. શનિવારે અન્ય બે લોકોના નામ પણ ઉંમેરાયા હતા. વકીલોએ કહ્યું કે ભાષણોમાં માત્ર નફ્રતની ભાષા જ નથી, પરંતુ સમગ્ર સમુદાયની હત્યા માટે ખુલ્લેઆમ આહ્વાન કર્યું હતું. મામલાની ગંભીરતાને કારણે, ઘ્થ્ત્ને સુઓ મોટુ સંજ્ઞાન લેવા વિનંતી કરવામાં આવી છે. વકીલોમાં વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે, સલમાન ખુર્શીદ અને પ્રશાંત ભૂષણનો સમાવેશ થાય છે.
આ પત્રમાં પોલીસની નિષ્ક્રિયતાનો સંદર્ભ આપવામાં આવ્યો હતો કારણ કે તેઓએ ઘ્થ્ત્ને જાણ કરી હતી કે કેવી રીતે અગાઉં દ્વેષપૂર્ણ ભાષણોના સંદર્ભમાં ત્ભ્ઘ્ની ૧૫૩, ૧૫૩ખ્, ૧૫૩ગ્, ૨૯૫ખ્, ૫૦૪, ૫૦૬, ૧૨૦ગ્, ૩૪ ની જોગવાઈઓ હેઠળ કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા. આમ, આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે.


 

(10:57 am IST)