Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

સિક્કિમમાં ભારે હિમવર્ષાનાં કારણે અનેક પર્યટકો ફસાયા : સૈન્ય દ્વારા રેસ્કયુ

કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડમાં હિમવર્ષાથી ટાઢોડુઃ નવી દિલ્હીમાં વરસાદ પડ્યો

નવી દિલ્હી,તા.૨૭:  સિક્કિમમાં ભારે હિમવર્ષાને કારણે અનેક પર્યટકો ફસાયા છે. જેને પગલે તેમને રેસ્કયૂ કરવા માટે સૈન્યની મદદ લેવી પડી હતી. અહીંના હાઇવે અને અન્ય રોડ ભારે હિમવર્ષાને કારણે બ્લોક થઇ ગયા છે. હાલ બરફ હટાવવા માટે મોટા મશીનોની મદદ લેવામાં આવી રહી છે. જયારે વચ્ચે ફસાયેલા હજારો લોકો માટે સૈન્ય દ્વારા રાહત કેમ્પો ખોલવામાં આવ્યા છે.

ફસાયેલા મોટા ભાગના લોકો બંગાળ તેમજ અન્ય રાજયોના પણ છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્ત્।રાખંડમાં પણ હિમવર્ષા થઇ રહી છે ત્યારે દિલ્હી સહિતના કેટલાક રાજયોમાં વરસાદ પડયો હતો. સિક્કીમના ચાંગુ લેક પર હાલ મોટા પ્રમાણમાં બરફ પડી રહ્યો છે. જેથી અહીં તાપમાન પણ દ્યણુ જ દ્યટી ગયું છે. અહીં રેસ્કયૂ ઓપરેશન સોમવાર સુધી ચાલશે તેમ પ્રશાસને કહ્યું હતું.

શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૧.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું. જયારે કોકેરનાગમાં પણ તાપમાન માઇનસ ૦.૩ ડિગ્રી નોંધાયું છે. કુપવાડામાં પણ ભારે ઠંડીને કારણે લદ્યુતમ તાપમાન માઇનસ ૧.૫ ડિગ્રી નોંધાયું હતું. કાશ્મીરમાં પહલગામમાં લઘુતમ તાપમાન માઇનસ ૭.૫ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જે અગાઉની રાત્રે માઇનસ ૫.૧ ડિગ્રી હતું.

પહલગામ કાશ્મીરનો સૌથી ઠંડો વિસ્તાર જાહેર કરાયું હતું. કાશ્મીરમાં હાલ સામાન્ય હિમવર્ષાની શરૂઆત થઇ ગઇ છે જે સોમવાર સુધી ચાલશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સિક્કીમ, કાશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશના શિમલામાં પણ હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. અહીંના મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે. અહીંની અટલ ટનલને રોહતાંગમાં ભારે હિમવર્ષાને કારણે બંધ કરી દેવી પડી હતી.

જોકે બાદમાં તેને ખોલી નાખવામાં આવી હતી. અહીંના ચંબામાં હિમપ્રપાત થયો હતો, જેને પગલે પર્યટકો અને અન્ય મુસાફરોને સાવચેત રહેવાની સલાહ પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી છે કે શિમલામાં હજુ પણ બેથી ત્રણ દિવસ સુધી હવામાન ખરાબ રહેશે. અહીંના કિલોંગમાં તાપમાન માઇનસ ૭.૧ ડિગ્રીએ પહોંચી ગયું હતું. પહાડી રાજયોમાં હિમવર્ષા થઇ રહી છે ત્યારે દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદ પડયો હતો. જેને પગલે ઉત્ત્।ર ભારતમાં ઠંડી, વરસાદ અને હિમવર્ષાનું વાતાવરણ જોવા મળ્યું હતું. પરીણામે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હાલ હિમાચલ પ્રદેશ, ઉત્ત્।રાખંડ, કાશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે ત્યારે ઉત્ત્।ર પ્રદેશ, બિહાર, હરિયાણા, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં ભારે ધુમ્મસ અને કોલ્ડ વેવ ચાલી રહ્યો છે.

દિલ્હીમાં રવિવારે વરસાદ પડયો હતો, જયારે તાપમાન પણ નીચુ ગયું હતું. હવામાન વિભાગનું કહેવુ છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્ત્।ર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જેમાં દિલ્હીમાં વરસાદ પડવાનું શરૂ પણ થઇ ગયું છે. જયારે ઉત્ત્।રાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્ત્।ર પશ્યિમ ભારતના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની આગાહી કરાઇ છે.

(12:40 pm IST)