Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ભાણેજે જ રચ્યુ મામાના ઘરે લુટનું ષડયંત્રઃ ૩ પકડાયા

અજમેર,તા. ૨૭ : કિશનગઢના મારબલના વેપારી સંજય લખોટીયાના ઘરે ૨૫ લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીનાની લુંટનો ભેદ ખુલ્યો છે. આ લુંટનો પ્લાન ૬ લાખનું દેણુ ઓનલાઇન વેપારમાં થઇ જતા ભાણેજે જ કર્યો હોવાનું ખુલેલ. પોલીસે બ્યાવરના યશ શર્મા, વિજય અને અફઝલીની ધરપકડ કરી છે. પોલીસે મુજબ ઘટના સમયે લુંટારૂઓએ મોઢે મફલર બાંધેલ, હાથમાં મોજા પણ પહેરેલ ઉપરાંત તેમણે ફાયરીંગ પણ કરેલ. ઘટના બાદ મામી મનીષાએ પોતાના તથા પ્લાન ઘડનાર સગીર ભાણેજના હાથ પગ ખોલેલ. એક આરોપી ફરાર છે.

(2:57 pm IST)