Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

૭૦ કંપનીઓ જૂન સુધી IPO દ્વારા એકઠા કરશે ૧.૧૦ લાખ કરોડ

પ્રાઈમરી માર્કેટઃ LIC ના IPO મેળવીને ૨ લાખ કરોડ એકઠા કરશે કંપની

 નવી દિલ્હીઃ શેર માર્કેટે વર્ષ ૨૦૨૧માં પ્રાઈમરી માર્કેટમાં રોકાણ કરવા માટે રોકાણકારોને કમાણીનો જબરદસ્ત મોકો આપ્યો છે. વર્ષ ૨૦૨૨માં પણ રોકાણકારો માટે કમાણનો મોટો ચાન્સ આવવાનો છે. આગામી ૬ મહિનામાં LIC સહિત લગભગ ૭૦ કંપીઓના IPO  આવશે.

પ્રાઈમ ડેટાબેઝના આંકડાઓ અનુસાર, ૩૫ કંપનીઓએ ૫૦ હજાર રૂપિયા એકઠા કરવા માટે માર્કેટ નિયામક સેબી પાસેથી મંજૂરી મેળવી લીધી છે. ત્યાં જ ૩૩ અન્ય કંપનીઓ સેબીની મંજૂરીના રાહ જોઈ રહી છે. આ ૩૩ કંપનીઓ ૬૦,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. એટલે કે કંપનીઓ લગભગ ૧.૧૦ લાખ કરોડ એકઠા કરશે. જો કે, LIC ના IPO સામેલ નથી. LIC ના IPO  સામેલ કરવા પર આ રકમ બે લાખ કરોડ રૂપિયા થઈ જશે. ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી IPO લઈ આવવાની તૈયારીમાં લાગેલી કંપનીઓમાં અડાની વિલ્મરનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત ગો ફર્સ્ટ એરલાઈન્સ, ડૂમ ટેકનોલોજી, સ્નોપડીલ અને સ્વિગી પણ લીસ્ટમાં આવવાની તૈયારીમાં છે.

ડ્રાફ્ટ પેપર નોંધવાની કરી તૈયારી

ઓછામાં ઓછું અડધા ડર્ઝન કંપનીઓ એવી છેજે ડિસેમ્બરના અંત સુધીમાં સેબીમાં પોતાના IPOની અરજી નોંધાવવાની તૈયારીમાં છે. તેમાં હોસ્પિટલ ચેન ચલાવનારી કંપની રેનબો ચિલ્ડ્રન હોસ્પિટલ, એનાલિટિકસ ફર્મ કોર્સ ઈન્ટેલિજેન્સ, એરપોર્ટ લાઉંજ ઓપરેટર કંપની ડ્રીમ ફોલ્કસ, અને DLRCL લોજિસ્ટિકસ સામેલ છે.

LICનો મેગા IPO આવશે

કેન્દ્ર સરકાર ૩૧ માર્ચ ૨૦૨૨ પહેલા LIC નો IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. સરકારની આ IPO દ્વારા ૮૦ હજારથી ૧ લાખ કરોડ રૂપિયા વચ્ચે રકમ એકત્રીત કરવાની યોજના છે. સરકાર અનેક ચરણોમાં LIC માં પોતાની ભાગીદારી ૨૫ % ઘટાડશે. પહેલા ચરણમાં સરકાર LIC માં ૧૦% ભાગીદારી ઘટાડશે. આ IPO માં ૧૦ % શેર LIC ના વિમાધારકો માટે આરક્ષિત થશે.

(2:58 pm IST)