Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

મોદી સરકારે વિક્રમ મિસરીને ડેપ્યુટી NSA નિયુક્ત કર્યા :અજિત ડોભાલને કરશે રિપોર્ટ

વિક્રમ મિસરી ભારતીય વિદેશ સેવાની 1989ની બેચના અધિકારી મિસરી પંકજ સરણનું સ્થાન ગ્રહણ કરશે

 

નવી દિલ્હીમોદી સરકારે વિક્રમ મિસરીને ડેપ્યુટી એનએસએ તરીકે નિયુક્ત કર્યાં છે. વિક્રમ મિસરી ભારતીય વિદેશ સેવાની 1989ની બેચના અધિકારી મિસરી પંકજ સરણનું સ્થાન ગ્રહણ કરશે.

તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે. વિક્રમ મિસરી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને રિપોર્ટ કરશે. હાલમાં બે ડેપ્યુટી એનએસએ રાજેન્દ્ર ખન્ના અને દત્તા પંડસાલગિકર છે.

તાજેતરમાં વિક્રમ મિસરીનો ચીનમાં ભારતીય રાજૂદતનો કાર્યકાળ પૂરો થયો હતો. તેઓ અગાઉ પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરી ચૂક્યા છે. મિસરી હિંદ પ્રશાંત ક્ષેત્રની રણનીતિક પરિસ્થિતિઓના સારા જાણકાર છે
રશિયામાં ભારતના રાજદૂત રહેલા પંકજ સરન 31 ડિસેમ્બર 2021 ના દિવસે પંકજ સરન રિટાયર થઈ રહ્યાં છે. મિસરી તેમનું સ્થાન ગ્રહણ કરશે

 

(12:24 am IST)