Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ચેન્નાઈની તમામ ખાનગી હોટલો અને હોસ્પિટલોને પૂર્વ મંજૂરી વિના કેર સેન્ટર શરૂ કરવા મંજૂરી આપી દીધી

ન્યૂઝફર્સ્ટ જણાવે છે કે ચેન્નાઈમાં તમામ ખાનગી હોટલો અને હોસ્પિટલોને ગ્રેટર ચેન્નાઇ મ્યુનિસિપલ  કોર્પોરેશને તાકીદની  અસરથી કોવિડ કેર સેન્ટર તરીકે, ખાનગી ધોરણે, જરૂરી સવલતો સાથે, ચાલુ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટે કોઈ જ પૂર્વ  મંજૂરીની જરૂર નથી, માત્ર કોર્પોરેશનને સામાન્ય જાણ કરી દેવી પૂરતી છે. ચેન્નાઈમાં કોરોના કેસો પડવા લાગતાં આ નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં પણ રૂપાણી સરકારે આ પહેલાં જ તમામ હોસ્પિટલોને પૂર્વ મંજૂરી લીધા વિના કોવિડ હોસ્પિટલોમાં તબદીલ કરવાની મંજુરી આપી છે. માત્ર કલેકટરશ્રી ને જાણ કરવાની રહે છે.

(11:43 am IST)