Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ભારતમાં સૌપ્રથમ મળેલ કોરોના વાઈરસનો મ્યૂટન્ટ 53 દેશોમાં ફેલાયો :મ્યુટન્ટના 3 પ્રકાર જોવા મળ્યા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બી.1.617 અંગે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે, ભારતમાં સૌપ્રથમ મળેલ કોરોના વાઈરસનો મ્યૂટન્ટ બી.1.617 હવે 53 દેશોમાં ફેલાયો છે. બી.1.617 ના અત્યારસુધી 3 પ્રકાર જોવા મળ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ગત 7 દિવસમાં ભારતમાં નવા કેસમાં 23 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ છતાં ભારતમાં હાલ સૌથી વધુ કેસ છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ગત સપ્તાહે વિશ્વભરમાં સંક્રમણના નવા કેસ અને મોત મામલે ઘટાડો જોવા મળ્યો. ગત એક સપ્તાહમાં વિશ્વમાં 41 લાખ નવા કેસ નોંધાયા અને 84 હજાર લોકોના કોરોનાથી મોત થયા. નવા કેસ અગાઉના સપ્તાહની સરખામણીએ 14 ટકા ઘટ્યા અને જ્યારે મોતની સંખ્યામાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બી.1.617 અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ વાઈરસના આ વેરિએન્ટનો પ્રસાર વધુ હોવાનું જણાવતા કહ્યું કે- તેનાથી થતી બીમારીની ગંભીરતા અને સંક્રમણની તપાસ કરવામાં આવી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 11 હજાર 298 કેસ નોંધાયા છે. તો 3 હજાર 847 લોકોનું કોરોનાથી મોત થયું છે. બીજી તરફ 2 લાખ 83 હજાર 135 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ભારતમાં કોરોનાના કુલ 2 કરોડ 73 લાખ 69 હજાર 93 કેસ સામે આવ્યા છે.

(12:15 am IST)