Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

સૂર્યનું વાતાવરણ સપાટીથી 100 ગણું વધુ ગરમ:આલ્ફવનની 80 વર્ષ જુની થિયરીઓને આપી માન્યતા: જાણો રસપ્રદ વિગત

સૂર્યના મુખ્ય ઉર્જા સ્ત્રોતથી વધુ અંતર હોવા છતાં તાપમાનમાં આ વધારો મોટાભાગના તારાઓમાં જોવા મળ્યો

સૂર્યની દૃશ્યમાન સપાટી જેને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે, તેનું તાપમાન આશરે 6,000 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ આનાથી થોડા હજાર કિલોમીટર ઉપર (સૂર્યના કદને ધ્યાનમાં રાખીને, તે ટૂંકા અંતર તરીકે ગણવામાં આવશે), સૌર વાતાવરણ, જેને કોરોના પણ કહેવામાં આવે છે, તે 100 ગણું ગરમ છે, એટલે કે તેનું તાપમાન લાખો ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ છે.

સૂર્યના મુખ્ય ઉર્જા સ્ત્રોતથી વધુ અંતર હોવા છતાં તાપમાનમાં આ વધારો મોટાભાગના તારાઓમાં જોવા મળે છે અને આ તે મૌલિક કોયડાને દર્શાવે છે, જેના પર એસ્ટ્રોફિઝિસ્ટોએ દાયકાઓ સુધી અધ્યયન કર્યું હતું. 1942માં સ્વીડિશ વૈજ્ઞાનિક હેન્સ એલ્ફવેન દ્વારા સમજૂતી સૂચવવામાં આવી હતી.

 

તેમણે સિદ્ધાંત આપ્યો કે પ્લાઝ્મા ચુંબકીય તરંગો (magnetised waves of plasma) સૂર્યના ચુંબકીય ક્ષેત્રની આજુબાજુમાં તેની અંદરથી કોરોના સુધી વિશાળ માત્રામાં ઉર્જા વહન કરે છે, ફોટોસ્ફિયરને બાયપાસ કરે છે અને તે તાપ સૂર્યના ઉપરના વાતાવરણમાં બ્લાસ્ટ થાય છે. આ સિદ્ધાંતને અસ્થાયી રૂપે સ્વીકારવામાં આવ્યો હતો, પરંતુ પ્રયોગમૂલક નિરીક્ષણ રૂપે ત્યાં પુરાવાઓની જરૂર હતી કે આવી તરંગો અસ્તિત્વમાં છે.

અમારા તાજેતરના અધ્યયનમાં આખરે પુરાવા મળ્યા કે જેણે આલ્ફવનની 80 વર્ષ જુની થિયરીઓને માન્યતા આપી અને આ ઉચ્ચ-ઉર્જાની ઘટનાને પૃથ્વી પર કામ કરતા એક પગલું નજીક લાવી છે. 1930ના દાયકાના અંતમાં કોરોનાની ગરમીની સમસ્યા સ્થાપિત થઈ હતી.

જ્યારે સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીસ્ટ બેંગ્ટ એડલેન અને જર્મનીના એસ્ટ્રોફિઝિસિસ્ટ વોલ્ટર ગ્રોટીઅને સૌ પ્રથમ સૂર્યની કોરોનામાં ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું, જે ત્યારે જ થાય છે, જ્યારે તેનું તાપમાન લાખો ડિગ્રી સેલ્સિયસ જેટલું હોવું જોઈએ. તે કોરોનાની નીચલી સપાટી કરતા 100 ગણું ગરમ તાપમાન દર્શાવે છે.

ફોટોસ્ફીઅરે સૂર્યની સપાટી છે, જેને આપણે પૃથ્વી પરથી જોઈ શકીએ છીએ. સૂર્યની સપાટી પર તાપમાનમાં ખુબ જ અંતર એ વૈજ્ઞાનિક સમુદાય માટે એક કોયડો રહ્યો છે. આ તફાવતને સમજાવવા માટે વૈજ્ઞાનિકોએ સૂર્યની પ્રકૃતિ અને લાક્ષણિકતાઓને સમજવાનો પ્રયાસ કર્યો છે.

સૂર્ય લગભગ સંપૂર્ણપણે પ્લાઝ્માથી બનેલો છે, જે ઈલેક્ટ્રીક ચાર્જ લઈ જવા વાળી આયનીત ગેસ હોય છે. સૂર્યના આંતરિક ભાગના ઉપરના ભાગમાં કન્વેક્શન ઝોનમાં પ્લાઝ્માની આ પ્રવૃત્તિ મોટી વિદ્યુત પ્રવાહો અને મજબૂત ચુંબકીય ક્ષેત્રોનું ઉત્પાદન કરે છે.

ત્યારબાદ આ ચુંબકીય ક્ષેત્રને સૂર્યના આંતરિક ભાગમાંથી સંવહન દ્વારા ખેંચીને તેની દૃશ્યમાન સપાટી પર શ્યામ ફોલ્લીઓ (સનસ્પોટ્સ) તરીકે છોડી દેવામાં આવે છે, જે ચુંબકીય ક્ષેત્રોના જૂથો છે જે સૌર વાતાવરણમાં ઘણા પ્રકારના ચુંબકીય માળખા બનાવે છે. અહીં આલ્ફવનની થિયરી આવે છે

તેમણે કહ્યું કે સૂર્યના ચુંબકીય પ્લાઝ્માની અંતર્ગત ઈલેક્ટ્રિકલી ચાર્જ કણોની પ્રચંડ પ્રવૃત્તિ ચુંબકીય ક્ષેત્રને ખંડિત કરે છે, તરંગો બનાવે છે જે સૂર્યની સપાટીથી તેની સપાટી પર મોટી માત્રામાં ઉર્જાની સાથે સાથે ઉપરના વાતાવરણ તરફ દોરી જાય છે. આ ગરમી સૌર ચુંબકીય પ્રવાહ ટ્યુબની સાથે ફરે છે અને કોરોનામાં વિસ્ફોટ થાય છે, જેનાથી ઉચ્ચ તાપમાન ઉત્પન્ન થાય છે.

(9:19 am IST)