Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ડોમિનીકામાં બીચ પર દસ્તાવેજો પાણીમાં પધરાવી રહ્યો હતો મેહુલ ચોકસી

નવી દિલ્હી, તા. ૨૮ :. એન્ટીગુઆથી કયુબા જવાની તૈયારીમાં રહેલા ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડ કરવામાં આવી છે. મેહુલને ડોમિનીકાના પાટનગર રોજના કેનફીલ્ડ બીચ ઉપર જોવા મળ્યો હતો ત્યારે તે કેટલાક દસ્તાવેજો પાણીમાં પધરાવી રહ્યો હતો. શંકાસ્પદ જણાતા પોલીસને શંકા ગઈ અને પોલીસે તેની પૂછપરછ કરી તો તેણે કોઈ જવાબ ન આપ્યો. તેણે કયા દસ્તાવેજો પાણીમાં ફેંકી દીધા તેનો ખુલાસો થયો નથી. હવે આ દસ્તાવેજો શોધવા માટે ડૂબકીમાર લોકોની સેવા લેવામાં આવી છે. જાણવા મળતી વિગત મુજબ ચોકસી કયુબા ભાગવાની તૈયારીમાં હતો.

મેહુલ ચોકસી હાલ ડોમિનીકા પોલીસની કસ્ટડીમાં છે. તેને ટૂંક સમયમાં એન્ટીગુઆને સોંપી દેવાય તેવી શકયતા છે.

(10:10 am IST)