Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

વિડિયો વાયરલ થયો : લાખથી વધુ વ્યુજ

લગ્ન મંડપમાં કંટાળેલા કપલે ટાઇમ પસાર કરવા માટે વિધિની વચ્ચે બોટલથી રમવા લાગ્યા

નવી દિલ્હી,તા.૨૮: લગ્ન પ્રસંગ એ એક એવો પ્રસંગ છે જેમાં જુદી-જુદી વિધિઓ કલાકો સુધી ચાલતી હોય છે. કલાકો સુધી ચાલતી વિધિઓમાં કયારેક વર-વધુને લગતી વિધિ હોય છે તો કયારેક સ્વજનોને લગતી. કલાકો ચાલતી આ વિધિઓમાં લોકો કંટાળી પણ જતા હોય છે. પરંતુ જેના લગ્ન હોય તે જ એટલે કે વર-વધુ જ કંટાળી જાય એવું કયારેય બન્યું હોય તેવું તમે સાંભળ્યું છે? હા સાચુ વાંચી રહ્યાં છો... કયારેક એવું પણ બને કે લગ્નની વિધિઓથી વર-વધુ જ કંટાળી જાય અને એ કંટાળો દુર કરવા માટે કંઈક રસ્તો પણ શોધી કાઢે. આવા જ એક કપલનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેઅપ લગ્નની વિધિઓ દરમિયાન કંટાળી ગયા છે અને એ કંટાળો દુર કરવા માટે ગેમ રહી રહ્યાં છે.

સોશ્યલ મીડિયા પર એક કપલનો વીડિયો વાયરલ થયો છે. આ કપલ લગ્નના મંડપમાં બેઠા છે. નવવધૂ અને વરરાજા અગ્ની કુંડની સામે બેઠા છે અને બન્ને પાણીની બોટલ સાથે રમી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'જયારે પંડિતજી મંત્ર વાંચતા થાકી જાય તો ગેમ રમવી તો બને જ છે'. વીડિયોમાં વર અને વધૂના મોઢા પર કંટાળો અને થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ કંટાળાને દૂર કરવા માટે તે બન્ને પાણીની બોટલને ફેંકીને તેને સીધી ઉભી કરવાની રમત રમી રહ્યા છે.

આ વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો છે. આ સમાચાર લખવામાં આવ્યા ત્યાં સુધીમાં તેને  ૬૮,૭૮૯ લાઈકસ મળી છે અને લાખ કરતા વધુ વ્યુઝ મળ્યા છે.

(10:14 am IST)