Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

યુપીની ઘટના : પોલીસે તપાસ શરૂ કરી

છુટછેડા લીધા વગર કરી રહ્યો હતો બીજા લગ્નઃ પહેલી પત્ની પોલીસ લઇને મંડપમાં પહોંચી

લખનૌ,તા. ૨૮: ઉત્ત્।રપ્રદેશના પીલીભીતમાં લગ્ન દરમિયાન ખૂબ હોબાળો થયો હતો. જયમાલા લઈને સ્ટેજ પર બેઠેલા વરરાજાને પોલીસ તેમની સાથે લઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે આ વિવાદ બે લગ્નને લઈને થયો હતો. આરોપ છે કે વરરાજા પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના લગ્ન કરી રહ્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

વરરાજાની પહેલી પત્નીએ પોલીસને જણાવ્યું છે કે તેના લગ્ન શાહજહાંપુરની એક વ્યકિત સાથે ૨૮ નવેમ્બર ૨૦૧૨ ના રોજ થયો હતો. મહિલાએ આરોપ લગાવ્યો કે લગ્નના કેટલાક મહિના બાદ તેણે તેના પતિ અને સાસરિયાઓ ઝઘડો શરૂ કર્યો હતો. સાસુ-સસરા તેના પર દહેજ માટે દબાણ લાવતા હતા અને તેના રંગ બાબતે પણ ટોણા મારતા હતા. જેના પર તેણે સાસરિયાઓ વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે અને આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.

જયારે મહિલાને ખબર પડી કે તેનો પતિ પીલીભીત જિલ્લામાં બીજી યુવતી સાથે લગ્ન કરી રહ્યો છે, ત્યારે તે લગ્ન બંધ કરવા પોલીસને લઈને પહોંચી હતી. મહિલા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હંગામો મચાવ્યો હતો પોલીસે લગ્ન અટકાવીને વરને તેની સાથે લઈ ગયા.

પીડિત મહિલાનું કહેવું છે કે તેણીએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા નથી કે બંને વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી. આ મામલો કોર્ટમાં વિચારણા હેઠળ છે. એવામાં પતિના બીજા લગ્ન કરવું તે નિયમ વિરુદ્ઘ છે અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. પોલીસ સ્ટેશનના પ્રભારી હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે અમે પહોંચ્યા ત્યાં સુધીમાં લગ્ન થઈ ચૂકયા હતા. તેનો જવાબ લીધા પછી વરરાજાને છોડી મૂકવામાં આવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

(10:14 am IST)