Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

કોરોના મહામારી સામે લડવા તાઇવાને જાહેર કર્યું 7.55 બિલિયન ડોલરનું ચોથું રાહત પેકેજ

પ્રથમ ત્રણ રાહત ભંડોળમાં કુલ 15 બિલિયન ડોલરની જોગવાઇ કરી હતી

નવી દિલ્હી : તાઇવાનની નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલે કોરોના મહામારી સામે લડવા માટે રાહત ભંડોળરૂપે 7.55 બિલિયન ડોલર વાપરવાનું નક્કી કર્યું છે. આ ભંડોળ દ્વારા ટેક્સી ડ્રાઇવરો અને ટુર ગાઇડોને સબસીડી આપવામાં આવશે. રાહત ભંડોળની આ દરખાસ્ત વિશે આ મહિનાના અંતમાં ધારાસભામાં ચર્ચા થશે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં તાઇવાને આ ચોથુ રાહત ભંડોળ જાહેર કર્યંુ છે.

 પ્રથમ ત્રણ રાહત ભંડોળમાં કુલ 15 બિલિયન ડોલરની જોગવાઇ કરવામાં આવી હતી. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ જણાયેલાં 300 લોકોનો અતોપતો નથી તેમણે આ લોકો ચેપ પ્રસરાવવાનું જોખમ વધારી રહ્યા છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. તાઇવાનમાં કોરોનાના નવા 405 કેસો નોંધાયા છે અને તેર જણાના મોત થયા છે

(11:08 am IST)