Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મહામારીના પ્રકોપથી બંધ થઇ શકે છે અડધાથી વધારે કંપનીઓ

નાની કંપનીઓ પર બીજી લહેરની સૌથી વધારે અસર

નવી દિલ્હી,તા. ૨૮: સંક્રમણની બીજી લહેરની સૌથી વધારે અસર નાની કંપનીએ અને સ્ટાર્ટઅપર પર પડી છે. લોકલ સર્કલના એક સર્વે અનુસાર, મહામારી અને લોકડાઉનના કારણે દેશની અડધાથી વધારે નાની કંપનીઓ અને સ્ટાર્ટઅપ બંધ થઇ શકે છે. અથવા વેચાઇ શકે છે. આ સર્વે દેશના ૧૭૧ જીલ્લાઓના ૬૦૦૦થી વધારે સ્ટાર્ટઅપ અને એમએસએમઇ સાથે થયેલ વાતચીત પર આધારિત છે.

સર્વે અનુસાર, દેશના ૫૯ ટકા શુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમ.એસ.એમ.ઇ) અને સ્ટાર્ટઅપ મૂડી ન હોવાના કારણે આ વર્ષના અંત સુધીમાં બંધ થઇ જશે. અથવા વેચાઇ જશે. ૮ ટકાનું કહેવુ છે કે તેઓ આગામી ૬ મહિનામાં પોતાનો ધંધો વેચી નાખશે. તો ફકત ૨૨ ટકા એમએમએમઇ અને સ્ટાર્ટઅપ ત્રણ મહિનાથી વધારે સમય સુધી પોતાને ચલાવવા સક્ષમ છે.

સર્વેમાં સામેલ ૩૭ ટકા એમએસએમઇ અને સ્ટાર્ટઅપ પાસે એકથી ત્રણ મહિના ધંધો ચલાવવા જેટલી મૂડી બચી છે. ૪૧ ટકા પાસે એક મહિનાથી પણ ઓછા સમય માટેના પૈસા રહ્યા છે અથવા મુડી જ નથી. ૪૯ ટકા એવા છે, જે જુલાઇ સુધી કર્મચારીઓના પગાર અને લાભમાં કાપની યોજના બનાવી રહ્યા છે.

સર્વેમાં કહેવાયુ છે કે ગયા વર્ષે જ્યારે મહામારીની શરૂઆત થઇ ત્યારથી આ કંપનીઓ પર અસર થવાનું શરૂ થઇ ગયું હતું. માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી લોકડાઉન અને આ વર્ષે ફરીથી લોકડાઉન લાગવાથી તેમનો ધંધો ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

(11:37 am IST)