Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

યુપી ચૂંટણી ૨૦૨૨: રાજકીય પક્ષો સેવા-સહાનુભૂતિ દ્વારા કરી રહ્યા છે તૈયારી

ભાજપ, કોંગ્રેસ, આપ, સપા, બસપા સહિતના પક્ષો સેવા કાર્યો કરી રહ્યા છે

લખનૌ :. દસ મહિના બાદ યુપીની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. પાર્ટી ઓફિસની બહાર નિકળીને કાર્ય કરો હવે મેદાનમાં ઉતર્યા છે. કોરોનાને કારણે કાર્યક્રમો સિમિત છે.

તેવામાં સહાનુભૂતિ રાજકારણ અને સેવાભાવના રાજકારણ દ્વારા મતદાતાઓના હૃદયમા ઉતરવાની રણનીતિ ઘડાઈ રહાઈ છે. ૨૬ મેથી કોંગ્રેેસે રાજ્યભરમાં સેવા સત્યાગ્રહ શરૂ કર્યો છે. ગામડે ગામડે દવા અને સેનેટાઈઝરનું વિતરણ કરાઈ રહ્યુ છે.

બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપના મંત્રી, સાંસદ અને ધારાસભ્યો ૩૦ મેથી ગામડે ગામડે જઈ સેવા કાર્ય શરૂ કરશે. સપા, બસપા હાઈકમાન્ડે પણ પાર્ટી કાર્યકરોને લોકોની મદદ કરવા આહવાન કર્યુ છે. નાના પક્ષો પણ લોકો વચ્ચે સક્રીય છે.

ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીમાં જીતથી ઉત્સાહિત આપ પાર્ટી પણ સેવાભાવ દ્વારા યુપીના રાજકારણમાં પગ જમાવવાના પ્રયત્નો કરી રહી છે. તેઓ રાશન કીટ, દવા, માસ્ક વગેરેનું વિતરણ કરી રહ્યા છે. ઉપરાંત રાજ્યસભા સાંસદ સંજયસિંહની આગેવાનીમાં ઓકસીજનવાળી એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક શરૂ કરી છે. ઉપરાંત દરરોજ અનેક લોકોને ભોજન પણ અપાઈ રહ્યુ છે.

ભાજપ યુપીના મુખ્યમંત્રી યોગીની આગેવાનીમાં તેઓ દરેક મંડળ સુધી લગભગ ૫૦ જીલ્લાઓમાં પ્રવાસ કરી ચૂકયા છે. તેઓ લોકોને મળી રહ્યા છે અને જણાવે છે કે મુશ્કેલીની આ ઘડીમાં સરકાર સાથે જ છે. મુખ્યમંત્રી સ્વાસ્થ્ય સેવાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે.

(12:44 pm IST)