Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

કોરોનાના દર્દીઓના ઓકિસજન લેવલમાં વધારો કરતી દવાની કિંમત રૂ.૯૯૦ નક્કી થઇ

DRDOની એન્ટી-કોરોના 2-DG નામની દવાનો ભાવ નક્કી થયોઃ સરકારી હોસ્પિટલોને મળશે છૂટ

નવી દિલ્હી તા. ર૮ :.. ડીઆરડીઓ દ્વારા વિકસીત કરવામાં આવેલી કોરોના અવરોધી દવા ર-ડીજીની કિંમત અંગે મોટી જાણકારી સામે આવી છે. કોરોના દર્દીની ઓકસીજન લેવલ કરતી દવાની પ્રતિ પાઉચની કિંમત ૯૯૦ રૂપિયા નકકી કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલો, કેન્દ્ર અને રાજય સરકારોને આ દવા રાહત કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓએ કોરોનાની બીજી લહેરમાં તેજીથી સંક્રમિત થયેલા કોરોના દર્દીમાં ઘટતા ઓકસીજન લેવલને યોગ્ય કરવા માટે કોરોના અવરોધી દવા - ર-ડીજીને લોન્ચ કરી હતી. આ દવાને કોરોનાની સાથે ચાલી રહેલી આ જંગમાં નવા શસ્ત્રના રૂપે જોવા આવી રહ્યું હતું. ડીઆરડીઓ દ્વારા તૈયાર કરેલી એન્ટી કોરોના ની દવા થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવી હતી. આ દવાના લોંચિંગ સમયે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ અને સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પણ હાજર હતાં.

ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓ તરફથી વિકસીત કરવામાં આવેલી ર-ડીજી દવાને ડીસીજીઆઇએ ૮ મે ના રોજ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.

વિશેષજ્ઞોનું માનવું છે કે આ દવા એક પ્રકારનું છે કે આ દવા એક પ્રકારનું સૂડો ગ્લૂકોઝ મોલેકલ છે. જે કોરોના અટકાવે છે આ દવા વિશ્વની તે દવાઓમાંથી છે જે ખાસ કરીને કોરોનાને રોકવા માટે બનાવામાં આવી છે. મોઢા દ્વારા લેવાથી આ દવા મધ્યમ થી ગંભીર લક્ષણ દર્દીની સારવારમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે ર-ડીજી દવા પાવડરના રૂપે પેકેટમાં આવે છે. જે પાણીમાં નાખીને પીવાની હોય છે.

(3:06 pm IST)