Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

હવે કોગળા કરીને કોરોના પરીક્ષણ થઇ શકશે

નાગપુરના વૈજ્ઞાનિકએ વિકસાવી આરટી-પીસીઆર માટે સલાઇન ગાર્ગલ પધ્ધતિ : દર્દી જાતે સેમ્પલ કલેકશન કરી શકેઃ લેબમાં ગયા પછી ૩ કલાકમાં પરિણામ

ગાંધીનગર તા. ર૮ : કોવિડ-૧૯ ની મહામારી ફાટી નીકળી છે ત્યારથી ભારતે તેના પરિક્ષણ કરવાના માળખામાં તથા ક્ષમતમાં વિવિધ પ્રયાસો સાથે વૃધ્ધિ કરી છે સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કાઇન્સિલ (સીએસ.આઇઆર) હેઠળના નેશનલ એનવાયર્મેન્ટલ એન્જિનિયરિંગ રિસચર્ત ઇન્સ્ટિટયૂટ (એનઇઇઆરઆઇ)ના નાગપુર સ્થિત વૈજ્ઞાનિકોએ કોવિડ-૧૯ પરિક્ષણના સેમ્પલ માટે 'સલાઇન ગાર્ગલ (કોગળા) આરટી-પીસી.આરપધ્ધતિ' વિકસાવીને સંશોધનની આ યાત્રામાં વધુ એક સિમાચિહૃ પ્રાપ્ત કર્યું છે.

આ પધ્ધતિ એકદમ સરળ છે અને જરાય આક્રમક નથી જેને  કારણે દર્દી જાતે જ તેનું પોતાનું સેમ્પલ કલેકટ કરી શકે છે. તેમ કહીને ડો. ખૈરનારે જણાવ્યું હતું કે 'નાસોફોરિન્જયલ અને ઓર્ફેરિન્જિયલ જેવી પધ્ધતિમાં સેમ્પલ કલેકશનમાં ટેકનિકલ નિષ્ણાતની જરૂર પડતી હોય છે આ ઉપરાંત તેમાં સમય પણ વધારે લાગે છે. તેનાથી તદ્દન વિપરીત સલાઇન ગાર્ગલ આરટી-પીસીઆર ટેસ્ટની પધ્ધતિમાં સલાઇનના દ્રાવણથી ભરેલી સેમ્પયલ કલેકશન ટયૂબનો ઉપયોગ કરવામાં આવે છ. દર્દી આ દ્રાવણના કોગળા કરીને તેને ટયુબની અંદર ભરી દે છે. આ સેમ્પલને લેબોરેટરીમાં લઇ જવામાં આવે છે જયાં તેને રૂમ ટેમ્પરેચર (તાપમાન)માં એનઇઇઆરઆઇ દ્વારા ખાસ તૈયાર કરાયેલા બફર સોલ્યુશનમાં રાખવામાં આવે છે. આ દ્રાવણ ગરમ થઇ જાય ત્યારે એક આરએનએનએટેમ્પલેટ રજુ કરવામાં આવે છે જે આરટી-પીસીઆર માટે આગળ પ્રક્રિયા કરે છે.આ ખાસ પધ્ધતિને કારણે અમે કલેકશન અને તેના પરિક્ષણની પ્રક્રિયાને આસાન બનાવી શકયા છીએ જેમાં અન્યથા આરએનએ પરિણામ માટે ખર્ચાળ માળખાની જરૂર પડતી હોય છે. લોકો તેમની જાતે જ ટેસ્ટ કરી શકે છે કેમ કે આ પધ્ધતિ સેલ્ફ-સેમ્પલિંગને મંજુરી આપે છે.' આ પધ્ધતિ પર્યાવરણને અનુકુળ હોવાથી બગાડનું પ્રમાણ ઘણે અંશે ઘટાડી દે છે.

(3:49 pm IST)