Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ ૧.૯૩ લાખ હીરો સ્પ્લેન્ડર બાઇક વેચાઇ

નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેરમાં ગ્રાહકો આ 10 મોટરસાયકલને ખુબ પસંદ કરી રહ્યાં છે., 2 મિનિટમાં પસંદ કરો આપની બાઈક. આજે અમે આપને એ 10 મોટરસાયકલની વાત કરીશું જેને ગ્રાહકોએ કોરોનાની બીજી લહેરમાં ખુબ પસંદ કર્યા છે. આજે આપને ગત મહિને વેચાયેલી 10 મોટર સાયકલની વાત કરીશું.

જો આપ આ મહિનામાં બાઈક ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ ખબર આપના માટે ઘણી મદદરૂપ રહેશે. આજે અમે આપને એ 10 મોટરસાયકલની વાત કરવાના છીએ જેનુ વેચાણ કોરોનાની બીજી લહેર દરમિયાન ખુબ વધુ હતું. તે પછી આપ ખુદ નક્કી કરી શક્શો કે કયુ બાઈક લેવું.

ટોપ 10 મોટરસાયકલના નામ, એપ્રિલ 2021માં કેટલા બાઈક વેચાયા:

1) Hero Splendor 1,93,508 યુનિટ્સ

2) Honda CB Shine 79,416 યુનિટ્સ

3) Hero HF Deluxe 71,294 યુનિટ્સ

4) Bajaj Pulsar 66,586 યુનિટ્સ

5) Bajaj Platina 35,467 યુનિટ્સ

6) TVS Apache 29,458 યુનિટ્સ

7) Hero Glamour 23,627 યુનિટ્સ

8) Royal Enfield Classic 350 23,298 યુનિટ્સ

9) Hero Passion 17,748 યુનિટ્સ

10) Honda Unicorn PRM 16,602 યુનિટ્સ

ગત મહિને Hero Splendor  દેશની સૌથી વધુ વેચાનારી બાઈક છે. Hero Splendorના એક લાખ યુનિટનું વેચાણ થયું છે. આ મહિને Honda CB Shine દેશની બીજી સૌથી વધુ વેચાનારી બાઈક રહી છે. જેના 79,416 યુનિટ વેચાયા છે. આ દરમિયાન ટોપ 3 બેસ્ટ સેલિંગ બાઈક્સમાં Hero HF Deluxeએ પણ જગ્યા બનાવી છે.

ટોપ 10 બેસ્ટ સેલિંગ બાઈક્સમાં Heroની સૌથી વધુ 4 મોટરસાયકલ સામેલ છે. આ લિસ્ટમાં Honda અને Bajajની 2-2 મોટરસાયકલ સામેલ છે. જ્યારે  Royal Enfield અને TVSની 1-1 બાઈક છે. એપ્રિલ મહિનામાં Hero Splendor, Honda CB Shine, Hero HF Deluxe અને Bajaj Pulsarના 50 હજારથી વધુ યુનિટ્સ વેચાયા છે.

(5:45 pm IST)