Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પશ્ચિમ બંગાળમાં ઘુસેલા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાના દેશ નિકાલ કરો :સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ

ઘુસણખોર માફિયાઓને મદદ કરનારા સરકારી કે પોલીસકર્મી સામે એનએસએ લગાવી કાર્યવાહી કરવા પણ માગ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ઘુસેલા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાના ભારતનિકાલ માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. એક વર્ષમાં આવા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાને શોધી કાઢવા, પકડવા અને બાદમાં તેમને પરત પોતાના દેશમાં મોકલી દેવાની માગણી કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના રહેવાસી સંદીતા ચક્રવર્તીએ આ પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

તેમણે સાથે એવી પણ માગણી કરી હતી કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ આપે કે એક વર્ષની અંદર આવા ગેરકાયદે ઘુસેલા લોકોને હાંકી કાઢવામાં આવે.

સાથે જ ઘુસણખોર માફીયાઓને મદદ કરનારા પોલીસકર્મચારીઓ અિધકારીઓ, અન્ય સરકારી કર્મચારીઓ, સુરક્ષા જવાનો પર નેશનલ સિક્યોરિટી એક્ટની કલમો લગાવી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરાઇ હતી.

વકીલ અશ્વિની કુમાર દુબે દ્વારા આ પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. વકીલે દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં બે કરોડ બાંગ્લાદેશી અને રોહિંગ્યા રહે છે જેઓને કારણે સમગ્ર રાજ્યની સિૃથતિ પર અસર પહોંચી રહી છે. સાથે જ તેઓ રાજ્ય અને દેશની સુરક્ષા અને કાયદા વ્યવસૃથા પર પણ મોટો ખતરો છે.

આ કોઇ ધર્મનો મામલો નથી પણ ગેરકાયદે ઘુસીને રાજ્યમાં વસવાટ કરી લેવાનો મામલો છે. આવા લોકો દ્વારા બનાવવામાં આવી રહેલા ગેરકાયદે આધાર, ચૂંટણી કે રાશન કાર્ડને પણ જપ્ત કરવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે. તેમાં સંકળાયેલા કર્મચારીઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવે.

(12:00 am IST)