Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

૨૪ કલાકમાં ૪૬૧૪૮ કેસ : ૯૭૯ના મોત : રિકવરી રેટ ૯૬.૮૦%

રસીકરણમાં અમેરિકા-બ્રિટનથી આગળ નીકળ્યું ભારત : ૩૨,૩૬,૬૩,૨૯૭ લોકોને અપાઇ રસી : કુલ કેસ ૩,૦૨,૭૯,૩૩૧ : એકટીવ કેસ ૫,૭૨,૯૯૪ : કુલ મૃત્યુઆંક ૩,૯૬,૭૩૦ : કુલ રીકવરી ૨,૯૩,૦૯,૬૦૭

નવી દિલ્હી તા. ૨૮ : આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ દૈનિક મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને ૯૭૯ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં ૫૦,૦૪૦ નવા કેસ નોંધાયા હતા અને ૧૨૫૮ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૪૬,૧૪૮ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે ૩,૦૨,૭૯,૩૩૧ પર પહોંચી ગયો છે. જેમાંથી ૫,૭૨,૯૯૪ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૯૭૯ દર્દીઓ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૩,૯૬,૭૩૦ પર પહોંચી ગયો છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એક દિવસમાં કોરોનાથી ૫૮,૫૭૮ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૯૩,૦૯,૬૦૭ દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૯૬.૮૦્રુ પર પહોંચ્યો છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩૨,૩૬,૬૩,૨૯૭ ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે ભારત રસીકરણમાં અમેરિકાથી આગળ નીકળી ગયું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં રસીના કુલ ૩૨,૩૩,૨૭,૩૨૮ ડોઝ અપાયા છે. ભારતમાં રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું. જયારે અમેરિકામાં રસીકરણ ૧૪ ડિસેમ્બરથી શરૂ થયું હતું.

(11:02 am IST)