Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

યુરોપની સરકારે નિર્ણય લીધોઃ જે લોકોએ કોવિશીલ્ડની વેકિસન લગાવી છે તેમને વેકિસન પાસપોર્ટ અપાશે નહીં: આ નિર્ણયથી ભારતને મોટો ફટકો પડશે

લંડન, તા.કોરોનાની બીજી લહેરે ભારતમાં તાંડવ મચાવ્યું હતું અને હવે ફરી એક વાર સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે બહારના દેશમાં ફરનારા પણ નીકળી રહ્યા છે. એવામાં વિદેશમાં ટ્રાવેલ કરનારાએ વેકિસન સર્ટિફિકેટ બતાવવાનું રહે છે. આ સમયે સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં બનેલી એસ્ટ્રાજેનેકા- ઓકસફર્ડ વેકિસન કોવિશીલ્ડની રસી લેનારાને યૂરોપીય સંઘનો ગ્રીન પાસ મળશે નહીં.  તેઓએ પહેલા જ કહ્યું છે કે સભ્ય દેશ કોરોનાની વેકિસનના પ્રકારની ચિંતા કર્યા વિના પ્રમાણપત્ર જાહેર કરી શકે છે, હવે સંકેત મળી રહ્યા છે કે આ પાસ ઈયુ- વાઈડ માર્કેટિંગ ઓથરાઈઝેશન મેળવનારા માટે સીમિત રહેશે. હાલમાં યૂરોપીય મેડિસિન એજન્સી દ્વારા ૪ વેકિસનને મંજૂરી મળી છે જેનો ઉપયોગ યૂરોપીય સંદ્યના સભ્ય દેશો દ્વારા પાસપોર્ટ વેકિસન પ્રમાણપત્ર જાહેર કરવા કરી શકે છે. આ છે કોમિરનાટી, મોર્ડન, વેકસજેરવિરિયા અને જોનસન. રિપોર્ટમાં કહેવાયું છે કે વેકસજેવરિયા અને કોવિશીલ્ડ બંને એસ્ટ્રાજેનેકા ઓકસફર્ડની વેકિસન છે. ભારતમાં બનેલી કોવિશીલ્ડને હજુ સુધી ઈએમએ દ્વારા માન્યતા મળી નથી, એસ્ટ્રાજેનેકા શોટના વેકસજેવરિયા સંસ્કરણને યૂકે અને યૂરોપની આસપાસની અન્ય સાઈટમાં નિર્મિત કરાયા હતા. ભારતમાં વધારે લોકોને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ વેકસીન અપાઈ રહી છે.

(11:46 am IST)