Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બ્યુગલ ફુંકાયુ

૨૯ સપ્ટેમ્બરે ટ્રમ્પ-બિડેન વચ્ચે પ્રથમ દિબેટ

વોશીંગ્ટન,તા.૨૮ : કોરોનાના કાળની વચ્ચે અમેરિકામાં થવા જઈ રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી. જેને લઈને અમેરિકામાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રથમ દિબેટ યોજાવા જઈ રહી છે. ૨૯ સપ્ટેમ્બરે યોજાનારી પ્રથમ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડેન આમને સામને હશે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇ ટ્રમ્પ અને જો બિડન વચ્ચે પ્રથમ દિબેટ યોજાશે. ૨૯ સપ્ટેમ્બરે હેલ્થ એજયૂકેશન કેમ્પસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે સીધી નિવેદનબાજી થશે.

ત્યારબાદ બંને નેતા ૧૫ ઓકટોબરે ફ્લોરિડાના માયામીમાં ફરી આમને-સામને થશે. જયારે ત્રીજી ડિબેટ ૨૨ ઓકટોબરે ટેનેસીમાં થશે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ ૭ ઓકટોબરે ડિબેટ થશે. જેમાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સનું મુકાબલો ડેમોક્રેટિક ઉમેદવાર સામે થશે.

હાલ બિડેને પોતાના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યુ. આ તમામ ડિબેટ ૯૦ મિનિટની હશે જે રાતના ૯ વાગ્યાથી ૧૦:૩૦ વચ્ચે યોજાશે. મળતી માહિતી મુજબ સર્વેમાં ટ્રમ્પ બિડેનથી પાછળ છે. સર્વે મુજબ બિડેનને ૫૪ ટકા જયારે ટ્રમ્પને ૪૪ ટકા લોકોનું સમર્થન છે.

(11:40 am IST)