Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વૈશ્વિક મૃત્યુઆંક ૬.પ૭ લાખ : કુલ કેસ ૧.૬૬ કરોડને પાર

બ્રાઝીલમાં ર૪ કલાકમાં ર૪ હજાર નવા કેસ અને પ૦૦થી વધુના મોત

વોશિંગ્ટન, તા. ર૮ : વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧.૬૬ કરોડને પાર થયો છે. બીજી બાજુ મૃત્યુઆંક ૬.પર લાખથી વધુ થયો છે. અમેરિકા અને બ્રાઝીલ સંપૂર્ણ રીતે ઘેરાય ચૂકયું છે. આ બધાની વચ્ચે અમેરિકામાં મોડર્નાની કોરોના વેકસીનનું અંતિમ ટ્રાયલ શરૂ થઇ ચૂકયું છે. અમેરિકા વેકસીન બનાવતી મોડર્ના કંપનીને મદદ માટે ૪૭ર કરોડ ડોલર પણ આપ્યા છે.

અમેરિકામાં કુલ સંક્રમિતો ૪૩.૭૧ થઇ ચૂકયો છે. જયારે મૃત્યુઆંક ૧.પ૦ લાખને પાર થયો છે. આ સ્થિતિમાં અમેરિકાનું વેકસીન નિર્માણમાં અત્યંત નજીક પહોંચવા માટે વિશ્વને આશાનું કિરણ માનવામાં આવી રહ્યું છે.  ટ્રમ્પે એપ્રિલમાં પણ કંપનીને ૪૮૩ કરોડ ડોલરની મદદ કરી હતી. આ વેકસીનના પરિણામ વર્ષના અંત સુધીમાં આવવાની શકયતા છે. આ બધાની વચ્ચે બ્રાઝીલમાં ર૪ કલાકમાં ર૪ હજાર નવા કેસ આવ્યા છે અને પ૦૦થી વધુના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ર૪.૪૬ લાખથી વધુ સંક્રમિતો નોંધાયા છે. જયારે મૃતકોની સંખ્યા ૮૩ હજારને પાર થઇ છે.

કોરોના સંક્રમણ વચ્ચે હજયાત્રા માટે શ્રદ્ધાળુ મક્કા પહોંચવા લાગ્યા છે. કોરોનાના લીધે આ વર્ષની હજયાત્રામાં ફેરફારો કરવામાં આવ્યા છે. સાથે જ ઉંમરની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ર,૭૪,ર૮૯ સુધી પહોંચી ગયો  છે.  જયારે મૃતકોની સંખ્યા પ૮૪ર થઇ છે. પાકિસ્તાનમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૧૭૬ લોકો ઝપેટમાં આવી ગયા છે.

(11:43 am IST)