Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાહુલના વિડીયોથી વિખવાદઃ કેટલાક કોંગીજનો નારાજઃ ગણગણાટ શરૂ

અમે કોઇ કામના જ નથીઃ તેમના સલાહકારો જ બધુ જાણે છે?

ભારત-ચીન વચ્ચેના ગંભીર સરહદી વિવાદને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાના નિવેદનોને લઈ ભારે ચર્ચામાં છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં હિંસક અથડામણ બાદ કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધી આકરા પ્રહારો કરી રહ્યાં છે. તેઓ વારંવાર કહી રહ્યાં છે કે, ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં ઘુષણખોરી કરી છે. જમીનપર કબ્જો કર્યો છે. જોકે હવે રાહુલ ગાંધીના આ પ્રકારના નિવેદનથી કોંગ્રેસમાં જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, મને એ વાતની ચિંતા નથી કે, મારૂ રાજનૈતિક ભવિષ્ય બદબાદ થઈ જશે પણ હું ભારતીય વિસ્તારમાં ચીની ઘુષણખોરીને લઈ ખોટુ નહીં બોલુ. આ સાથે જ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેને લઈને કોંગ્રેસમાં રાહુલને લઈ અસહજતાની સ્થિતિ છે.

 જોકે રાહુલ ગાંધીના આ વલણને લઈને તેમની પોતાની જ પાર્ટીમાં એક જુથ સવાલ ઉઠાવવા લાગ્યું છે. ટીકાકારોના આ જુથના એક સભ્યએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી અમારી સાથે વાત જ નથી કરતા અને અમને નથી ખબર કે કોણ સલાહ આપે છે.

 રાહુલ ગાંધીના પાર્ટીના જ ટીકાકારોનું કહેવું છે કે, વર્તમાન અધ્યક્ષા સોનિયા ગાંધી કોઈ પણ મામલે સાર્વજનિક નિવેદન આપતા પહેલા તેની વિસ્તૃત જાણકારી મેળવે છે. ચીનના મુદ્દે બોલાવવામાં આવેલી ઓલ પાર્ટી મિટીંગમાં પણ સોનિયા ગાંધીએ પીએમ મોદીને કરેલા સવાલોમાં તૈયારીની ઝલક સ્પષ્ટ રૂપે દ્દેખાતી હતી.

 રાહુલ ગાંધીએ આ બાબતે કેમ વિરોધાભાસી વલણ અપનાવી રાખ્યું છે. તેને લઈને કરવામાં આવેલા સવાલ પર કોંગી નેતાએ કહ્યું કહ્યું હતું કે, શું (રાહુલ ગાંધી) વિચારે છે કે, અમે તો એકદમ બેકાર છીએ?  કોઈ કામના નથી. ? માત્ર તેમના સલાહકારો જ બધુ સારી રીતે જાણે છે.?

(11:48 am IST)