Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાજસ્થાનની ખળભળાટ મચાવતી ઘટના

યુવતીને ફોસલાવી ગાડીમાં બેસાડી અંધારામાં લઈ ગયા, એક પછી એક અડધો ડઝન યુવકોએ આબરૂ લૂંટી લીધી

જયપુર,તા.૨૮ : રાજસ્થાનમાં એક બાજૂ રાજકીય સંકટ આવી પડ્યુ છે, ત્યારે આ તમામની વચ્ચે ગુનેગારો પણ બિંદાસ્ત થયા છે. ત્યારે મહિલાઓ સાથેના અપરાધો પણ અહીં વધી રહ્યા છે. તાજેતરમાં જ ધૌલપુરમાંથી આવો જ એક કિસ્સો આવ્યો છે. અહીંની એક મહિલાએ અડધો ડઝન યુવકો પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતાનું કહેવુ છે કે, તેને ગાડીમાં બેસાડીને સુમસામ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ હતું.

પીડિતાએ જયારે આ વાત પરિવારના સભ્યોને જણાવી તો તેમના પણ હૌંશ ઉડી ગયા. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ કરવાનું વિચાર્યું. જયાં તેમણે રેપ કેસ નોંધાવ્યો છે. પોલીસ તરફથી આ યુવતીનું મેડિકલ પણ કરાવ્યુ છે. પોલીસે આ કેસ સંબંધિત અમુક લોકોની ધરપકડ પણ કરી છે. હાલમાં તે લોકોની પુછપરછ થઈ રહી છે. આગળની તપાસ ચાલુ છે.

યુવતીએ જણાવ્યુ હતું કે, ૨૫ જૂલાઈની સાંજે તે ધૌલપુર શહેરથી ખરીદી કરી ઘરે પાછી આવી રહી હતી, ત્યારે પાડોશી ગામના બે યુવકો તેને મળી ગયા. ત્યારે આ યુવકોએ તેને બોલેરો ગાડીમાં બેસાડી તેના ગામ સુધી ઉતારી દેવાની વાત કહી તેને ગાડીમાં બેસાડી. ત્યાર બાદ આ યુવતીને લઈ એક ઢાબા પર ગાડી ઉભી રાખી હતી. જયાં આરોપીએ દારૂનું સેવન કર્યુ હતું. ત્યાર બાદ આરોપીઓ યુવતીઓને રાતના અંધારામાં સૂમસામ જગ્યાએ લઈ ગયા હતા. આરોપીઓએ અહીં યુવતી સાથે કેટલીય વાર રેપ કર્યો હતો. આ ઘટના બાદ આરોપીઓ યુવતીઓને ત્યાં છોડીને નાસી ગયા હતા. પીડિતાએ ઘરે પહોંચી પરિવારના લોકોને સમગ્ર ઘટના બતાવી હતી.

(11:52 am IST)