Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અનલોક 3.0: વધુ રાહત આપવા ઉદ્યોગ જગતની માંગણી

ટૂરિઝમ, થિયેટર,શાળાઓ માટે નિયમો હળવા કરવા ભલામણ

ઉદ્યોગજગતે પહેલી ઓગષ્ટથી અનલોક ૩.૦માં આંતરરાષ્ટ્રીય પ્રવાસ, ટૂરિઝમ, જિયેટર, લાઇવ ઇવેન્ટ, સ્પોર્ટ અને સ્કૂલો વગેરે માટેના પ્રતિબંધો હળવા કરવાની માંગણી કરી છે. તેમણે બે દેશો વચ્ચે 'સેફ કોરિડોર' રાખવાથી લઇને મૂવીના ટાઇમીંગમાં પણ બે ફિલ્મો વચ્ચે ગેપ રાખવાની ભલામણ કરી છે. જેથી થિયેટરોમાં ભીડ ન થાય, એમ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)એ સોમવારે જણાવ્યું હતું.

રોગચાળાના લીધે સૌથી વધારે અસર પામનારા સેકટરમાં ઉડ્ડયન, પ્રવાસન અને સ્પોટર્સ સામેલ છે. તેમને લોકડાઉન પ્રતિબંધો માંથી પૂર્ણપણે રાહત મળી નથી. આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી પર પ્રતિબંધ દૂર કરવા અંગે સૂચન કરવામાં આવ્યાં છે કે એરપોટ્સ
 વચ્ચે સેફટી કોરિડોર સ્થાપવામાં આવે, જેમાં જે દેશમાં ભારતીયોને આપવાની છૂટ હોય તે દેશના પ્રવાસીઓને ભારતમાં પ્રવેશની છૂટ આપવી જોઇએ. આના લીધે કવોરન્ટાઇન પ્રોટોકોલ વધારે સ્ટાન્ડર્ડાઇઝ થશે અને નિયત પરીક્ષણ કેન્દ્રો પાસેથી મળતા કોવિડ-૧૯ નેગેટીવ પ્રમાણપત્રોની જરૂરીયાતોમાં કવોરન્ટાઇનને માફી મળશે.

પ્રવાસન અને હોસ્પિટાલિટી સેકટર સ્થિતિ ઘણી ખરાબ છે ત્યારે અસરકારક માર્કેટીંગ અભિયાન દ્વારા સલામતીનાં ધારાધોરણો પર કંપનીઓ અને સરકાર બંને ભાર મૂકી પ્રવાસીઓમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી છે, એમ અહેવાલે જણાવ્યું હતું. તેની સાથે રાજ્યો, સ્મારકો, અને અન્ય પ્રવાસી સ્થળો ખોલવાની સ્પ્ષ્ટ તારીખ આપવી જોઇએ જેથી સાતત્યતા જળવાય અને આ રીતે ઉદ્યોગને મૂડીપ્રવાહ માટે તૈયાર કરી  શકાય, એમ તેણે જણાવ્યું હતું. લાઇવ સ્પોટર્સની રીતે જોઇએ તો અહેવાલ સૂચવે છે કે વિવિધ રમતોને જોખમના સથવારે અને ફિઝિકલ કોન્ટેકટના સથવારે મૂલવવી જોઇએ. ક્રિેકેટ, બેડમિંટન અને ટ્રેક ઇવેન્ટ જેવી રમતોમાં ફિઝિકલ કોન્ટેકટનું એટલે કે શારિરીક જોખમ હોતુ નથી.  પણ વચ્ચે ગેપ રાખવો જોઇએ.

નિયંત્રણો હળવા કરવાની ભલામણ ૫૦% સ્પર્ધાઓમાં બેઠકની ક્ષમતા રાખવી જરૂરી

સિનેમા હોલ્સ અને ઓડિટોરિયમોમાં પણ બેઠકો વચ્ચે ગેપ રાખવો જોઇએ અને નિયમિત રીતે આ જગ્યાઓને સેનિટાઇઝર કરવાની ભલામણ કરવામાં આવી

* ઉદ્યોગજગતને પહેલી ઓગસ્ટથી અનલોક ૩.૦માં નિયંત્રણોમાં વધુ છુટછાટ આપવાની માંગણી કરી

* ફિક્કીએ બે દેશો વચ્ચે 'સેફ કોરિડોર' રાખવાની લઇને મૂવીના ટાઇમિંંગમાં પણ બે ફિલ્મો વચ્ચે ગેપ રાખવાની ભલામણ કરી

* રાજ્યો, સ્મારકો અને અન્ય પ્રવાસી સ્થળો ખોલવાની સ્પષ્ટ તારીખ જાહેર કરવા જણાવાયું

* અહેવાલમાં જણાવ્યગા અનુસાર વિવિધ રમતોને જોખમા સથવારે અને ફિઝિકલ કોન્ટેકટના સથવારે મૂલવવી જોઇએ

(12:47 pm IST)