Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

મલ્ટીપ્લેકસ શરૂ થશે એટલે ટિકિટના ભાવ ઘટશેઃ દર્શકોને આકર્ષવા અપાશે ડિસ્કાઉન્ટ

થોડમ સપ્તાહ સુધી ૧૫ % ભાવ ઘટાડો અપાશે

મુંબઇ,તા.૨૮: ભારતની બે સૌથી મોટી મલ્ટિપ્લેકસ ચેઇન PVR અને INOX લીઝર દ્વારા સિનેમાપ્રેમીઓને પાછા ખેંચવા માટે લોકડાઉન હટ્યાના શરૂઆતનાં થોડાક સપ્તાહમાં ટિકિટના ભાવમાં ઘટાડો  કરવામાં આવે તેવી શકયતા છે. 'શરૂઆતનાં બેથી ત્રણ સપ્તાહ માટે તો ટિકિટના ભાવ ઓછા રહેશે. પ્રથમ બે મહિના માટે અમે કમાણીની કોઇ અપેક્ષા રાખતા નથી. અમે અમારા માનવંતા ગ્રાહકોને બોલાવીશું અને તેમને બતાવીશું કે અમે સલામતી માટે કેટલા પગલા ભર્યા છે. ' એમ PVR સિનેમાસના CEO ગૌતમ દત્તાએ જણાવ્યું હતું.

PVR અને INOX લીઝરે કેટલુ ડિસ્કાઉન્ટ આપવામાં અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. પરંતુ ટિકિટના ભાવમાં ૧૦-૧૫ ટકા ઘટાડા થવાની શકયતા છે. 'અમને આશા છે કે, મહિનાના અંત સુધીમાં, અમને સિનેમા હોલ ખોવાની મંજુરી મળી જશે. ઘણા ગ્રાહકો આશાવાદી છે. અને ઘરની બહાર નીકળતા તત્પર છે. ઓકટોબર -નવેમ્બર સુધીમાં અમે કોવિડ પહેલાનું લેવલ હાસંલ કરી લઇશું લેવી ધારણા છે. તહેવારોની સીઝનમાં ઘણી મોટા બજેટની ફિલ્મો રીલિઝ થવાની છે. એમ દત્તાએ ઉમેર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ૨૫ માર્ચથી દેશભરનાં મલ્ટિપ્લેકિસસ અને સિનેમા હોલ બંધ છે. નિષ્ણાંતો જણાવે છે કે, સિનેમા એકિઝબિશન ઉદ્યોગે છેલ્લા ચારેક મહિનામાં રૂ.૫,૦૦૦ કરોડની આવક ગુમાવી હોવાનો અંદાજ છે.

INOX લીઝરના CEO આલોક ટંડન કહે છે કે 'અમારા સિનેમાસ સુધી વધુ ને વધુ મહેમાનોને આમંત્રિણ કરવા માટે અમે આકર્ષક ઓફર્સ રજુ કરવા પર કામ કરી રહ્યા છીએ. સિનેમાનો અનુભવ વધુ આકર્ષક બનાવવા માટે અમે ચોકકસપણે કામ કરીશું.'

આ સેકટરમાં કોન્સોલિડેશન ઝડપથી થવાની શકયતા છે. કારણ કે, સિંગલ સ્ક્રીન થિયેટર તો આર્થિક તંગીને કારણે બંધ રહેવાની ધારણા છે. મલ્ટિપ્લેકસ ચેઇન્સની આર્થિક સ્થિતી મજબુત હોવાથી તેનો બજાર હિસ્સો વધશે.

બંને મલ્ટિપ્લેકસ ચેઇન્સ કંપનીએ ભાડાંમાં રાહત માટે મોલ માલિકો સાથે વાતચીત પણ શરૂ કરી છે. કંપનીઓએ સલામતી ધારાધોરણોનું પાલન કરવું પડશે. એટલે તેમનો ખર્ચ પણ વધશે. સોશ્યલ ડિસ્ટન્િંસગના નિયમોનું પાલન કરવા માટે તેમણે અમુક સીટ ખાલી રાખવી પડશે એટલે તેમની ઓકયુપન્સી ઘટશે.

(3:14 pm IST)