Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પાકિસ્તાનનું નવુ ષડયંત્ર 'પ્લાન ૫ ઓગસ્ટ': ભારત વિરોધી દુષ્પ્રચારનો એજન્ડા ઘડયો

કલમ ૩૭૦ હટાવાયાનો ઘા હજી પાડોશી દેશને ખૂંચે છે : ઇમરાન મુઝફરાબાદ જશે : તમામ ટીવી ચેનલોને પોતાના : લોગો બ્લેક કરી કાશ્મીર અંગે વિશેષ કાર્યક્રમ આપવા આદેશ

ઈસ્લામાબાદ તા. ૨૮ : જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાઈ તેનો ધક્કો ઈમરાન ખાન અને સમગ્ર પાકિસ્તાનને મગજ પર ખુબ જોરદાર વાગ્યો છે. તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે ઈમરાન ખાન કાશ્મીર-કાશ્મીર બૂમો પાડતા રહે છે પરંતુ કશું કરી શકતા નતી. હવે જયારે ૫ ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાઈ તેને એક વર્ષ પૂરૃં થઈ રહ્યું છે તો ઈમરાન ખાન અને પાકિસ્તાનની સેનાએ ભારત વિરુદ્ઘ દુષ્પ્રચાર માટે સમગ્ર એજન્ડા તૈયાર કરી લીધો છે.ઙ્ગ

પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રાલયને તમામ પ્રમુખ ઉર્દૂ અને અંગ્રેજી અખબારોમાં સ્પેશિયલ પેજ દ્વારા કવરેજ કરવાનું કામ સોપાયું છે. આ ઉપરાંત એ પણ નક્કી કરવામાં આવશે કે ૫ ઓગસ્ટના રોજ તમામ પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના 'લોગો'ને બ્લેક કરી દેવામાં આવે. પાકિસ્તાનમાં તમામ ચેનલોને કાશ્મીર પર વિશેષ કાર્યક્રમો પ્રસારિત કરવાના નિર્દેશ અપાયા છે. કાશ્મીરીઓ માટે એક ખાસ ગીતઙ્ગ તૈયાર કરવામાં આવ્યું છે.ઙ્ગ

ઈમરાન ખાન ૫ ઓગસ્ટના રોજ મુઝફફરાબાદ જશે. આ ઉપરાંત ઈમરાન ખાન પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરની વિધાનસભાને સંબોધિત કરશે જેનું ટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તથા જમ્મુ અને કાશ્મીર પર સંયુકત રાષ્ટ્રના તે પ્રસ્તાવ અંગે ચબરખીઓ પણ વહેંચવામાં આવશે જેમાં જનમત સંગ્રહનો ઉલ્લેખ છે.

(3:17 pm IST)